• સુરતમાં યુવાઓને નશાના રવાડે ચડતા અટકાવવા સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન શરુ પણ કર્યું છે
  • દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ટેકનિકલ સર્વેલન્સને આધારે વર્કઆઉટ કરતા સુરતમાં ડાર્કવેબ મારફતે નશાનો કારોબાર સુરતથી ચાલતો હોવાની બાતમી મળી
  • લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કરતા હાઇ ક્વોલિટીનો ગણાતો 2 કિલો હાઇબ્રિડ ગાંજો, 100 ગ્રામ ચરસ અને 300થી વધુ નશાની ટેબલેટો મળી આવી

WatchGujarat. દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુરત એસ.ઓ.જી.પોલીસે સાથે રાખી નશીલા પદાર્થના વેચાણનો  પ્રદફાશ કર્યો છે.  સુરતના અડાજણ વિસ્તારમાંથી એક દંપતીની ધરપકડ કરાઈ છે. પોલીસે ત્યાંથી  હાઇ ક્વોલિટીનો ગણાતો 2 કિલો હાઇબ્રિડ ગાંજો, 100 ગ્રામ ચરસ અને 300થી વધુ નશાની ટેબલેટો મળી આવી હોવાનું જાણવા મળે છે. વધુમાં ડાર્કવેબ મારફતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી લોકલ લેવલે વેચાણ કરતા અડાજણનું ગોળવાળા દંપતી પકડાયું હતુ.

દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ટેકનિકલ સર્વેલન્સને આધારે વર્કઆઉટ કરતા એવો ઘટસ્ફોટ થયો હતો કે, સુરતમાં અડાજણ ખાતે એલપી સવાણી રોડ દંપતી ડાર્કવેબ મારફતે દિલ્હીથી ડ્રગ્સ મંગાવી સુરતમાં ગ્રાહકોને વેચે છે. આ માહિતીના આધારે એન.સી.બી.ની ટીમ સુરત આવી હતી. અને સુરતમાં એસ.ઓ.જી.ની ટીમ સાથે રાખી ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ફ્લેટમાં તપાસ કરતા લક્ઝુરિયસ ફ્લેટમાં સર્ચ કરતા હાઇ ક્વોલિટીનો ગણાતો 2 કિલો હાઇબ્રિડ ગાંજો, 100 ગ્રામ ચરસ અને 300થી વધુ નશાની ટેબલેટો મળી આવી હોવાનું જાણવા મળે છે.

પોલીસે ડ્રગ્સનો જથ્થો કબ્જે લીધો હતો. આ ઓનલાઇન ડ્રગ્સના ગોરખધંધામાં દંપતીની સંડોવણી પણ બહાર આવતા દંપતીની ધરપકડ કરાઈ છે. અને એન.સી.બી.ની ટીમ દંપતીની ધરપકડ કરી દિલ્હી રવાના થઇ છે. તેઓ  આ સમગ્ર રેકેટ ડાર્ક વેબથી ચાલવતા હોવાનું બાહર આવ્યું છે. તેઓ આ નશીલા પદાર્થો ક્યાંથી લાવતા હતા અને કોને કોને વેચતા હતા તે સમગ્ર મામલે હવે તપાસ આગળ હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં યુવાઓને નશાના રવાડે ચડતા અટકાવવા સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન શરુ પણ કર્યું છે. પોલીસ દ્વારા ડ્રગ્સ, દારૂ , ચરસ સહિતના નશીલા પદાર્થો કબજે કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાંથી દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દંપતીની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત એનસીબીની તપાસમાં મસમોટા રેકેટનો પણ પર્દાફાશ થવાની પણ શક્યતા રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud