• સુરતના વાલક પાટિયા પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ હીરા દલાલ તરીકે કામ કરે છે
  • 45 દિવસ પહેલા હીરા દલાલે વિપુલ અને નીલેશના રૂ. 18.50 લાખના હીરા મુંબઈમાં પપ્પુ જૈન નામના વેપારીને વેચ્યા
  • 27મીએ રાતે 10 વાગ્યે વિપુલ તથા નીલેશ હીરા દલાલના ઘરે ગયા હતા. અને હીરા દલાલને સોસાયટીના ગેટ પર બોલાવી પેમેન્ટ માટે ઉઘરાણી કરી

WatchGujarat. મુંબઈના હીરાબજારમાં દલાલીનું કામ કરતા વાલક પાટીયાના વૃદ્ધનું રૂ.18.50 લાખના હીરાના બાકી પેમેન્ટ મામલે તેમની સોસાયટીના ગેટ પાસેથી અપહરણ કરી બે વેપારીએ મહિધરપુરા હીરાબજારમાં એક ઓફિસમાં ગોંધી રાખી માર માર્યો હતો. અને બંને વેપારીએ તેમના વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં જઈ અરજી પણ કરી બાદમાં 17 કલાક બાદ મુક્ત કર્યા હતા. જો કે આ મામલે વૃદ્ધે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે.

સુરતના વાલક પાટિયા પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ હીરા દલાલ તરીકે કામ કરે છે. છેલ્લા બે વર્ષથી મહિધરપુરા હીરાબજારમાં ઓફીસ ધરાવતા વિપુલ અને નીલેશભાઈ સાથે તેઓ બીઝનેસ કરે છે. 45 દિવસ પહેલા હીરા દલાલે વિપુલ અને નીલેશના રૂ. 18.50 લાખના હીરા મુંબઈમાં પપ્પુ જૈન નામના વેપારીને વેચ્યા હતા. જેનું પેમેન્ટ પપ્પુ જૈને 15 દિવસમાં ચુકવવાની ખાતરી આપી હતી. જો કે 15 દિવસ વીત્યા બાદ પણ પપ્પુ જૈન રૂપિયા ચુકવવામાં આનાકાની કરતો હતો. બીજી તરફ વીપુ અને નીલેશ ઉઘરાણી કરતા હતા.

આ દરમ્યાન ગત 27મીએ રાતે 10 વાગ્યે વિપુલ તથા નીલેશ હીરા દલાલના ઘરે ગયા હતા. અને હીરા દલાલને સોસાયટીના ગેટ પર બોલાવી પેમેન્ટ માટે ઉઘરાણી કરી હતી. ત્યારબાદ એલફેલ બોલી માર માર્યો હતો અને બાદમાં બાઈક પર બેસાડી મહિધરપુરા સ્થિત બિલ્ડીંગમાં એક ઓફિસમાં લઇ ગયા હતા. ઓફિસમાં અગાઉથી ચારેક યુવકો બેસેલા હતા. અહી ઓફિસમાં હીરા દલાલને ઢોર માર માર્યો હતો અને લાકડાના ફટકાથી પણ માર મરાયો હતો. ત્યારબાદ બીજા દિવસે મહિધરપુરા પોલીસમાં તેઓએ હીરા દલાલ વિરુદ્ધ લેતી દેતીની અરજી પણ કરી હતી. અને બાદમાં હીરા દલાલને છોડી મુક્યા હતા.

ઢોર મારનો ભોગ બનેલા હીરા દલાલને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટના બાદ તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે  વિપુલ અને નીલેશ સહીત ચાર લોકોની ધરપકડ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners