• 31 ડિસેમ્બર પહેલા બુટલેગરનો દારૂ ગુસાવાનો નવો કીમિયો આવ્યો સામે
  • મિનરલ વોટરની બોટલમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા
  • ગોડાદરા વિસ્તારમાંથી બે લોકોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

WatchGujarat.31 ડિસેમ્બર નજીક આવી રહી છે. જેને લઇ બુટલેગરો બેફામ બન્યા છે. નવા-નવા કિમીયાઓ અપનાવી દારૂ લાવી રહ્યા છે. પરંતુ પોલીસની બાજ નજર મંડાયેલી છે માટે બુટલેગરનાં કોઇ પણ કિમીયા સફળ જશે નહીં.વાત કરીએ સુરતની તો સુરતમાં 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો અવ નવી રીતે મોટી માત્રામાં દારૂ ઘુસાડતા હોય છે,આવા બુટલેગરોનો ઝડપી પાડવા પોલીસ કામે લાગી છે. ત્યારે સુરત SOG પોલીસે મિનરલ વોટરનાં બાટલામાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ સુરત ગોડાદરા એસ.એમ.સી. ગાર્ડન પાસેથી પસાર થતાં અતુલ શક્તિ થ્રી-વ્હીલ ટેમ્પોને એસ.ઓ.જી.એ આંતરી પાણીના બોટલમાં દારૂની હેરાફેરી ની નવી મોડ્સ ઓપરેન્ડી ખુલ્લી પાડી છે. આ સાથે પોલીસે 29 હજારની કિંમતની દારૂની 56 બોટલ સાથે ડ્રાઇવર ની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે SOG પોલીસનાં જણાવ્યા અનુસાર ઓપરેશન બાતમીના આધારે સફળ બનાવાયું હતું. પાણીની બોટલ સપ્લાય કરતા ઈસમો બુટલેગરોની મદદથી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસે ચોક્કસ લોકેશન ટ્રેસ કરી વોચ ગોઠવી હતી. એટલું જ નહીં પણ ટેમ્પા ને ઉભો રાખી તપાસ કરતા પાણીના કેરબામાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ટેમ્પા ચાલક અંબાલાલ ભુરાલાલ મેવાડા અને દિનેશ જેઠમલ મેવાડાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને ઈસમો મિનરલ વોટરના ટેમ્પોમાં મૂકેલાં કેરબામાં દારૂની હેરાફેરી કરી રોકડી કરી લેતા હતા. કેરબામાં મૂકેલી 29120ની કિંમતની 56 બોટલ મળી આવી હતી. આ જથ્થો મંગાવનાર વૈકુંઠધામ સોસાયટીનાં દિનેશ ચોથાલાલ કલાલ અને માલ મોકલનાર સચીન સાંઇ નાથ સોસાયટીનાં પ્રભુલાલ ચત્રાજી મેવાડાને પણ ઝડપી લેવાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud