• સુરતની સિવિલ હોસ્પિટલ બહાર નશામાં ધુત યુવકે હોવાળો મચાવ્યો
  • નશાખોર યુવકે પોતાનાજ ભાઈ સાતે ઝગડો કરી ખુબ હલ્લો મચાવી દિધો હતો
  • સ્થળ પર હાજર લોકોએ નશામાં ધુત યુવકને ચખાડ્યો મેથીપાક
  • સ્થાનિક પોલીસ દોડી આવતા મામલો થાળે પડ્યો

WatchGujarat.  સુરતની સિવિલ હોસ્પિટલ બહાર નશાખોર યુવકે હોબાળો મચાવ્યો હતો. નશાખોર યુવકે પોતાના જ ભાઈને માર માર્યો હતો અને બાદમાં તેને હોસ્પિટલ લઇ જવાતા એમ્બ્યુલન્સ આગળ સુઈ જઈને હોબાળો મચાવી દિધો હતો. જો કે યુવકે હોબાળો મચાવતા લોકોએ તેને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. તો બીજી તરફ પોલીસને બોલાવી નશાખોર યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

મામલા અંગેની વિગત એવી છે કે, સુરતની સિવિલ હોસ્પિટલ બહાર એક નશાખોર યુવકે ભારે હંગામો મચાવ્યો હતો. એટલું જ નહી તેને લોકોએ જાહેરમાં મેથીપાક આપી પોલીસને બોલાવી સોંપી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ નશાખોર યુવકે પોતાના ભાઈ સાથે ઝગડો કર્યો હતો. અને અન્ય  નશાખોર યુવકને જાહેરમાં ફટકારી જમીન પર પાડી દિધો હતો.

એટલું જ નહી ત્યાં લોકોના ટોળાં પણ એકઠાં થઇ ગયાં હતા અને નશાખોર યુવકને સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ યુવક સમજ્યો ન હતો અને હોબાળો મચાવ્યો હતો. તો બીજી બાજુ પોલીસ આવી જતા નશાખોર યુવકે પોલીસકર્મચારી સાથે પણ જીભાજોડી કર્યા બાદ પથ્થર લઈ મારવા સામે આવી ગયો હતો. પોલીસકર્મચારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ માગી હતી.

જાહેરમાં હોબાળો મચી જતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો તે સમયે પણ નશાખોર યુવક એમ્બ્યુલન્સની આગળ સુઈ જઈ હોબાળો કરી રહ્યો હતો. જેથી પોલીસે તેને પકડીને લઈને ગયી હતી. તેમજ આ દરમ્યાન લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners