ડીંડોલી લક્ષ્મણી સોસાયટી માં રહેતા રમેશભાઈ મહાજન પોતાની બાઈક લઈને નોકરી પર જઈ રહ્યા હતા
ડમ્પર ચાલકે 40 ફૂટ સુધી તેઓને ઢસેડ્યા હતા
અકસ્માતની આ ઘટનામાં રમેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
WatchGujarat. સુરતના ડીંડોલી બસ સ્ટેન્ડ પાસે આવેલી શાકભાજી માર્કેટ નજીક ત્રણ રસ્તા પાસે અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. બીજી તરફ ન્યાયની માંગ સાથે પરિવાર રસ્તા પર જ બેસી ગયો હતો
https://youtu.be/Xp5QEmnivMY
મળતી માહિતી મુજબ ડીંડોલી લક્ષ્મણી સોસાયટી માં રહેતા રમેશભાઈ મહાજન પોતાની બાઈક લઈને નોકરી પર જઈ રહ્યા હતા. આ દરમ્યાન ડીંડોલી બસ સ્ટેન્ડ પાસે આવેલી શાકભાજી માર્કેટના ત્રણ રસ્તા પાસેથી તેઓ પસાર થઇ રહ્યા હતા તે વેળાએ ડમ્પર ચાલકે તેઓને અડફેટે લીધા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ડમ્પર ચાલકે 40 ફૂટ સુધી તેઓને ઘસેડ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં રમેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ આ બનાવને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.
રમેશભાઈના મોતની જાણ પરિવારને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારે રોડ પર જ તેઓના મૃતદેહ પાસે બેસીને હૈયાફાટ રુદન કર્યું હતું. બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામા કેદ પણ થઇ જવા પામી છે. જેમાં ડમ્પરની નીચે બાઈક ચાલક ઘસડાતો હોવાનું દેખાય છે. ન્યાયની માંગ સાથે પરિવાર મૃતદેહ નજીક જ બેસી હૈયાફાટ રુદન કર્યું હતું.
પુત્ર ભાવેશ રમેશભાઈ મહાજનએ જણાવ્યું હતુ કે સવારે આ ઘટના બની હતી. ઘરે ફોન આવ્યો હતો અકસ્માતની જાણ થઇ હતી. ડમ્પર ઓવર સ્પિડમાં હતું. અને બ્રેક પણ લાગી ન હતી. સવારમાં નો એન્ટ્રી છે તો પણ કેવી રીતે ડમ્પર અહી આવી પહોચ્યું. અમને આશંકા છે કે ડમ્પર ચાલક નશામાં હતો. અમારી એક જ માંગ છે કે પોલીસ અમને ન્યાય અપાવે.