Watchgujarat. સુરતમાં એક જ દિવસમાં ત્રણ એવી ઘટનાઓ બની જે તમને વિચારવા પર મજબુર કરી દેશે. ત્રણ અલગ અલગ બનાવોમાં જીવનમાં અનેક કારણેથી ત્રસ્ત લોકોએ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી બે કિસ્સાઓમાં મૃત્યું થયું. તો અન્ય એક કિસ્સામાં રીક્ષા ચાલકનું અંતિમ પગલું સફળ રહ્યું ન હતું. અને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. હાલ તે સારવાર હેઠળ છે.
પ્રથમ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, આપઘાતનો પ્રયાસ કરનાર 50 વર્ષીય શફરત અલી બાબુખાને(રહે, પાંડેસરા GIDC, સુરત)એ જણાવ્યું હતું કે, સાહેબ, હું મધ્યપ્રદેશના જબલપુરનો રહેવાસી છું. 20 વર્ષ સુધી રિક્ષા ચલાવી બે સંતાન અને પત્નીનું ગુજરાન ચલાવ્યું છે. ત્રણ-ત્રણ ઘર વેચીને દીકરીને BSC માઇક્રો સુધીનો અભ્યાસ કરાવ્યો અને છેલ્લે થોડું દેવું થઈ ગયું તો પત્નીએ દીકરી સાથે મળીને મને ઘરમાંથી કાઢી મૂક્યો, બે મહિનાથી સુધી જબલપુરમાં ભટકતો રહ્યો, પરિવારે જરા પણ દયા ન કરી એટલે કંટાળીને સુરત આવી ગયો. 7 દિવસથી સુરતના રસ્તાઓ પર સૂતો હતો અને મજૂરી કરી પેટયું ભર્યું. આખરે પાંડેસરામાં એક હમદર્દ મળ્યો ને નોકરી અને રહેવાનું મળ્યું, પણ હતાશા મને આપઘાત સુધી લઈ જતાં મેં રૂમમાં જ જીવંત ઇલેક્ટ્રિક વાયર પકડી આપઘાતની કોશિશ કરી હતી. મિલની ખોલી બહાર શફરત અલીને જમીન પર પડેલો જોઈને 108ને ફોન કર્યો અને તેને સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે.
બીજી ઘટનામાં સુરતમાં રત્નકલાકાર પત્નીને તારી સાથે છેલ્લી ચા પી લઉં કહી ચા પિતા પિતા ઝેરી દવા ગટગટાવી છે તેમ કહી ઢળી પડ્યો હતો. જેથી પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે.
વધુ વાંચો – સુરત: રત્ન કલાકારે પત્નીને કહ્યું, ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉં...અને ઢળી પડ્યો
ત્રીજી ઘટનામાં હજી તો માંડ તેને જીવન જોવાની શરૂઆત કરી હતી, માંડ પાપા પગલી ભરી ઉભો થયો હતો, માંની આંગળી પકડી ચાલતા શીખ્યો હતો, ત્યાં તો પિતાના કરમોની સજા માસૂમને પણ ભોગવવાનો વારો આવ્યો, પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાની જાણ પત્નીને થતાં હતાશ થયેલી માતાએ પહેલા ત્રણ વર્ષના પુત્રનુ ગળુ દબાવી હત્યા કરી, તથા ચપ્પુ વડે માસૂમના હાથની નસ પણ કાપી નાખી હતી, અને ત્યારબાદ એક સ્યૂસાઇડ નોટ લખી પોતે ગળે ફાંસો ખાઇ જીવનનો અંત લાવી દીધો હતો.
વધુ વાંચો અહિં – “Sorry દીકરા આવી રીતે તને મારવા માટે” 3 વર્ષના પુત્રનુ ગળુ દબાવી હત્યા કર્યા બાદ માતાએ પણ જીવન ટુંકાવ્યું, સ્યૂસાઇડ નોટ વાંચી રૂવાળા ઉભા થઇ જશે