સુરતમાં એન્જિનીયરીંગ કરેલા વિદ્યાર્થીઓએ શરૂ કરી ચાની દુકાન
લાખો રૂપિયાનો વાર્ષિક પગાર છોડીને ચાનો ધંધો શરૂ કરતા લોકોમાં આશ્ચર્ય
હાલ દુકાનમાં 9 જાતની ચા અને કોફીનું વેચાણ કરે
WatchGujarat. ચા ના શોખીનો આમ તો ચાની લારી દેખાય એટલે કોઈપણ ચાની કીટલી પાસે ઉભા રહીને ચા પી લેતા હોય છે..મોટાભાગની ચા ની લારી પર સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. એકની એક ચા વારંવાર ઉકાળીને આપવી કે કપ રકાબી બરાબર ધોયા વિના એ જ વાસણમાં ચા ઉકાળવી અને પીવડાવવી. આ કોઈપણ ચા ની કીટલી પર સામાન્ય દશ્યો હોય છે. પણ સુરતમાં હેલ્ધી ચાની આજકાલ બહુ ચર્ચા છે કારણ કે આ ચા કોઈ છોટુના હાથે નહિ પણ એન્જીનિયરના હાથે બનાવેલી છે.
કોઈ ભી ધંધા છોટા નહિ હોતા, ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા ફિલ્મનો આ ડાયલોગ સુરતના બે મિત્રોને બંધ બેસતો સાબિત થાય છે. ચોખ્ખી ચણાક દેખાતી દેખાતી દુકાન ચા ની છે અને તે પણ એન્જીનિયરના હાથે બનાવાયેલી ચા ની. હાથમાં ગ્લવ્ઝ પહેરીને બે મિત્રો ખૂબ સરસ રીતે ચા બનાવીએ છે. પણ નવાઈની વાત તો એ છે કે આ બંને મિત્રો વ્યવસાયે એન્જીનીયર છે, પ્રદીપ ભાઈ જાદવ પોતે મિકેનિકલ એન્જીનીયર છે. વિદેશમાં નોકરી કરીને 1.50 લાખ રૂપિયા પગાર તેઓ કમાતા હતા. જ્યારે તેમના મિત્ર ગણેશ દુધાને છે જેણે હાલમાં જ સિવિલ એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જો કે નોકરી કરવા કરતાં પોતાનો વ્યવસાય શરૂ કરવા આ બંને મિત્રોએ ચાની કીટલી શરૂ કરવાનો વિચાર કર્યો. અને શરૂ કરી ચાય મેકર્સ બાય એન્જીનિયર્સ નામની આ ચાની દુકાન. હાલ તેઓ આ દુકાનમાં 9 જાતની ચા અને કોફીનું વેચાણ કરે છે.
દાર્જિલિંગથી આવતી ફિલ્ટર ચા અને સલ્ફર ફ્રી ખાંડથી અહીં ચા ખૂબ ચોકસાઈથી બનાવવામાં આવે છે. ચા ના શોખીનોને એક સ્ટાન્ડર્ડ અને હેલ્ધી ચા મળી રહે તેવો ઉદ્દેશ મુખ્ય હતો. અને એટલા માટે જ સિવિલ અને મિકેનિકલ એન્જીનીયરીંગનો ધંધો છોડીને ચાની કીટલી શરૂ કરવાનો વિચાર તેમણે કર્યો. મિકેનિકલ એન્જીનીયર પ્રદીપભાઈના પિતા હીરાભાઈ જાદવ પણ દીકરાના આ સાહસ માટે પ્રોત્સાહન આપવા તૈયાર થયા હતા. અને એન્જીનિયર થયેલા દીકરાને ચા ની દુકાન ખોલવા પરવાનગી આપી હતી.
સુરત ખાતે એન્જીનીયર દ્વારા ચાનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આમ તો કોઇપણ વ્યવસાય કરવામાં વ્યક્તિન નાનપ ન હોવી જોઇએ પરંતુ એન્જીનીયરો જ્યારે આ વ્યવસાયમાં આવ્યા છે. ત્યારે ચાના શોખીનો પણ અહીં પહોંચે છે ત્યારે તેઓ પણ ચાની ચુસકી માણતા માણતા ચાના વખાણ કરતા થાકતા નથી. ચાના પીવા માટે શોખીનો સુરતના ખુણે ખુણેથી અહીંયા પહોંચે છે અને અહીં બનાવવામાં આવતી ચાની ચુસકી પણ માણે છે.
એન્જીનીયર એવા આ બંને મિત્રોનું કહેવું છે કે ચા બનાવવી અને વેચવી એ એક સામાન્ય વ્યવસાય છે. જ્યાં પણ ચા પીવા જઇએ ત્યાં આપણને તૂટી ફૂટી કેબિન અને અપાર ગંદકી જોવા મળે છે તે છતાં પણ ચાની ચૂસકી મારવામાં આપણે કોઇપણ કસર છોડતા નથી. પરંતુ ચાના વ્યવસાયને એક નવો આયામ આપવાના ઇરાદાથી તેઓ દ્વારા ચાની દુકાન ખોલવામાં આવી છે. આ બંને એન્જીનીયરો દ્વારા ચાની દુકાનને નવા આયામ ઉપર લઇ જવાની શરૂઆત કરવામાં આવી છે.