• સુરતના બીલ્ડર ગોપાલ ડોકાનીયાની ઓફીસ સીટીલાઈટ રોડ પર આશીર્વાદ સ્ટ્રીટમાં આવેલી છે
  • બિલ્ડરની ઓફિસમાં રૂ. 90 લાખની ચોરી સામે આવતા નોંધાવી ફરિયાદ
  • પોલીસ તપાસમાં ઓફિસમાં અગાઉ કામ કરતા ઓફિય બોયે જ ચોરી કર્યાનું સામે આવ્યું

WatchGujarat. સુરતના ખટોદરા વિસ્તારમાં બિલ્ડરની વેસ્ટર્સ કન્ટ્રકશન કંપનીમાંથી 90 લાખની રોકડની ચોરી થઇ હતી. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બે સગા ભાઈઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી બે મોબાઈલ સહીત 90 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસ તપાસમાં આરોપી ત્યાં 6 મહિના અગાઉ કામ કરતો ઓફીસ બોય જ નીકળ્યો હતો.

સુરતના બીલ્ડર ગોપાલ ડોકાનીયાની ઓફીસ સીટીલાઈટ રોડ પર આશીર્વાદ સ્ટ્રીટમાં આવેલી છે. તેઓની ઓફિસમાં મેનેજર તરીકે કામ કરતા મહેન્દ્ર હરી કિશન રાઠીએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 11/10/21ના રોજ સવારના સમયે સ્ટાફના કર્મચારીએ તેઓને ફોન કરીને જાણ કરી હતી ઓફીસના ટેબલનો ડ્રોઅર તૂટેલો છે અને અંદર મુકેલી ચાવી પણ ગાયબ છે. જેથી તેઓ તાકાલીક ઓફીસ આવ્યા હતા અને સેફ વોલ્ટ જોતા તેમાંથી 90 લાખની રોકડ ગાયબ હતી. જેથી તેઓ ચોકી ઉઠ્યા હતા અને આ મામલે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. સીસીટીવીમાં બે ઈસમો કેશિયરના ડ્રોઅર ખોલી અંદર રહેલી ચાવીઓ લઇ અને સેફ વાળી રૂમ ખોલી તેમાંથી ચોરી કરી નજરે ચડ્યા હતા. બંને ઈસમોએ માસ્ક પહેરીને આવ્યા હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. આ મામલે ખટોદરા પોલીસે મેનેજરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી  હતી. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશથી ઓમપાલ બિશન માંડલોઈ અને તેના સગા મોટા ભાઈ નેપાળ બિશન માંડલોઈને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા 98 લાખ 80 હજાર તેમજ 20 હજારની કિમતના બે મોબાઈલ ફોન મળી કુલ 99 લાખની મત્તા કબજે કરી હતી

પોલીસ તપાસમાં આરોપી ઓમપાલે જણાવ્યું હતું કે પોતે વેસ્ટર્સ કન્ટ્રકશન કંપની ખાતે છએક મહિના ઓફીસ બોય તરીકે નોકરી કરી હતી. અને વીસ દવિસ પહેલા જ નોકરી છોડી વતન ચાલ્યો ગયો હતો. પોતે ઓફીસ બોય તરીકે કામ કરતો હોય જેથી અવાર નવાર તમામ ઓફિસથી તે વાકેફ હતો. બાદમાં નાણાકીય જરૂરિયાત ઉભી થતા તેના મોટા ભાઈને ગામથી બેસી ગત 11/10/21ના રોજ ઓફીસમાં પહોચી ત્યાંથી ચોરી કરી હતી. ત્યારબાદ પરત પોતાના વતન છોટીજીરી ખાતે ચાલ્યા ગયા હતા. અને ત્યાં જઈને કહેરમાં ખાડો ખોદી રૂપિયા માટલામાં દાટી દીધા હતા. અને પોતે પોલીસ પકડથી બચવા ઇન્દોર ખાતે રહેવા માટે આવી ગયા હતા.

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે શરુઆતમાં 90 લાખની ચોરીની વાત હતી પણ વિગત વાર તપાસ કરતા અંદાજીત 1 કરોડની ચોરીની વાત સામે આવી હતી. ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની ટીમ કામે લાગી હતી. ખુબ જ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. એક ઓટો રીક્ષા થકી આરોપીઓ બસ સ્ટેન્ડ સુધી જાય છે ત્યાં સુધીની માહિતી મળી હતી અને ત્યારબાદ પોલીસને આરોપી મધ્યપ્રદેશ હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની બે ટીમ બનાવવામાં આવી હતી અને ત્યાં વિગતવાર તપાસ કરવામાં આવી હતી.  અને અંતે ત્યાંથી બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ ચોરી અંગે સુરત પોલીસ કમિશનરે વધુમાં જાણાવ્યું હતું કે કોઈ પણ કર્મચારીઓને જો નોકરી પર રાખો તો તેની સંપૂર્ણ વિગત ઓફિસમાં અચૂક રાખવી જોઈએ. કોઈ પણ કીમતી વસ્તુઓ એટલી સહેલાઇથી ન મુક્વી જોઈએ જેને લઈને કોઈ પણ ગુનેગાર આસાનીથી નીકળી જાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud