પરિણીતા અને કોલેજીયન યુવક વાતચીત કરતા તેઓની દોસ્તી થઈ
દોસ્તી બાદ નિકટતા વધી અને ઘરે અવર જવર થવાનું શરૂ થયું
યુવક તેના મિત્રની દુકાને બેઠો હતો તે વેળાએ પરિણીતા અને તેનો પત્ની ત્યાં આવ્યા, અને યુવક પર પરિણીતાએ એસિડ એટેક કરી દીધો
WatchGujarat. સુરતમાં એક એવી ઘટના બની છે જેને જાણીને સૌ કોઈ ચોકી ઉઠ્યા છે. એક પરિણીતાને કોલેજીયન યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ તેના પતિને થઈ હતી. પરંતુ પતિએ પત્ની પાસે પરખા કરાવ્યા હતા. જેમાં પરિણીતાએ પ્રેમી પર એસિડ એટેક કર્યો હતો એટલું જ નહીં આ ઘટનામાં તેનો પતિ પણ દાઝયો હતો.જેથી બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘણી વખત એવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે જેને જાણીને ચોકી જવાય છે. અને સુરત શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કેલેજીયન યુવકને પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો છે. વાત કંઈક એમ છે કે સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતો એક યુવક કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરે છે. આશરે દોઢ વર્ષ પહેલા તેનો મિત્રત્તા એક પરણિત યુવક સાથે થઈ હતી. બંનેની મિત્રતા ગાઢ બનતા કોલેજીયન યુવક પરિણીત મિત્રના ઘરે પણ જતો હતો. દરમ્યાન કોલેજીયન યુવક અને પરિણીત યુવકની પત્ની સાથે પણ મિત્રતા થઈ હતી. અને બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો
પરિણીતા અને કોલેજીયન યુવક વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો
પરિણીતા અને કોલેજીયન યુવક વાતચીત કરતા થયા હતા અને તેઓની દોસ્તી થઈ હતી. બન્નેની દોસ્તી પ્રેમસબંધમાં પરીણમી હતી. એટલું જ નહીં બન્ને વચ્ચે શરીર સબંધ પણ બંધાયા હતા. અને તેઓ અવાર નવાર ઘરે જ મળતા હતા.
પરિણીતાના પતિને જાણ થઈ હતી
પત્ની અને મિત્ર વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોવાની જાણ પરિણીતાના પતિને થઈ હતી. પરંતુ આ વાત તેણે તેના મિત્રને કરી ન હતી. પરંતુ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા.
પરિણીતાએ કર્યો એસિડ એટેક
કોલેજીયન યુવક તેના મિત્રની દુકાને બેઠો હતો તે વેળાએ પરિણીતા અને તેનો પત્ની ત્યાં આવ્યા હતા અને કોલેજીયન યુવક કઈ સમજે તે પહેલાં જ પરિણીતાએ એસિડ એટેક કર્યો હતો. આ ઘટનામાં કોલેજીયન યુવક ગંભીર રીતે દઝી ગયો હતો એટલું જ નહીં પરિણીતાના પતિને પણ છાંટા ઉડતા તે પણ દાઝી ગયો હતો. આ ઘટનાને લઇને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા બન્ને લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
પોલીસે આ ઘટનામાં પતિ અને પત્ની વચ્ચે એસિડ એટેકની કલમ ઉમેરી તપાસ શરૂ કરી હતી અને પરિણીતાની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં પોલીસ તપાસમાં પતિ વારંવાર શક કરતો હોય તેને વિશ્વાસ આવે કે પરિણીતાનો કોલેજીયન યુવક સાથે કોઈ સંબંધ નથી તેથી તેણીએ આ એસિડ એટેક કર્યો હોવાનું જણાવ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.