• ચોર ટોળકીએ પાંડેસરા વિસ્તારના જ્વેલર્સ અને કરિયાણાના હોલસેલની દુકાનને નિશાન બનાવ્યા બાદ ગત રાત્રે બેંકના એટીએમ સેન્ટરમાં ચોરીનો પ્રયાસ કર્યો
  • એટીએમમાં પ્રવેશ્તાની સાથે સીસીટીવી કેમેરા તોડી મશીનને નુકશાન પહોંચાડયું, પરંતુ સફળતા ન મળી
  • એટીએમમાં પૈસા કાઢતી વખતે પૈસા ન નીકળતા તોડફોડ કરી

WatchGujarat. શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ પાંડેસરાના ઐયપ્પા કોમ્પ્લેક્ષમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંક અને પિયુષ પોઇન્ટ નજીક એક્સીસ બેંકના એટીએમને તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એટીએમમાં પૈસા કાઢતી વખતે પૈસા ન નીકળતા તોડફોડ કરી હોવાનું બહાર આવ્યું હતું.

શહેરમાં સક્રિય થયેલી ચોર ટોળકીએ પાંડેસરા વિસ્તારના જ્વેલર્સ અને કરિયાણાના હોલસેલની દુકાનને નિશાન બનાવ્યા બાદ ગત રાત્રે બેંકના એટીએમ સેન્ટરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પાંડેસરા મેઇન રોડ બાટલી બોય કંપનીની સામે ઐયપ્પા કોમ્પ્લેક્ષમાં આવેલા રાત્રે 3.21 કલાકે આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમનું એસ.એન.જી લોક તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોક તોડવામાં સફળતા નહીં મળતા 4.30 કલાકે પાંડેસરાના પિયુષ પોઇન્ટ ચાર રસ્તા સ્થિત એક્સીસ બેંકના એટીએમને નિશાન બનાવ્યું હતું. એટીએમમાં પ્રવેશ્તાની સાથે સીસીટીવી કેમેરા તોડી મશીનને નુકશાન પહોંચાડયું હતું. પરંતુ ચોરને સફળતા મળી ન હતી. ઘટના અંગે એટીએમ મેઇન્ટેન્સ કોન્ટ્રાક્ટના કર્મચારી જયેશ રણછોડ ચૌધરી એ પાંડેસરા પોલીસમાં આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં તોડફોડથી 10 હજાર અને એક્સીસ બેંકના એટીએમમાં તોડફોડથી 2 હજારના નુકશાન અને ચોરીના પ્રયાસની ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસે કુલદીપ દ્વારકા પ્રસાદ મિશ્રા, આકાશ ઉર્ફે નિક્કી પ્રભાકર શ્રીવાસ્તવ અને અનુરાગ ઓમપ્રકાશ શ્રીવાસ્તવ નામના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એટીએમમાં પૈસા કાઢતી વખતે પૈસા ન નીકળતા તોડફોડ કરી હોવાનું બહાર આવ્યું હતું.

એસીપી જે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં આવેલા બે અલગ વિસ્તારમાં એટીએમમાં તોડફોડ અને ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીની પૂછપરછમાં સૌપ્રથમ આઈસીઆઈબેંકમાં એટીએમ મશીનમાં ગયા હતા જ્યાં પૈસા કાઢતા પૈસા ન નીકળ્યા હતા ત્યારબાદ બીજા એટીએમ મશીનમાં પૈસા કાઢવા ગયા હતા જ્યાં પણ પૈસા ન નીકળતા તેઓએ તોડફોડ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud