• રાજકોટ ગોંડલ હાઇવે પર બિલિયાળા નજીક સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માત
  • સુરતના પરિવાર પર કાળ ફરી વળ્યો : અકસ્માતમાં એક પરિવારના 6 સભ્યોના મોત, પાંચ વર્ષની દીકરી સલામત
  • પરિવાર લગ્નપ્રસંગમાં હાજરી આપી ખોડલધામના દર્શન કરીને સુરત પાછો ફરી રહ્યો હતો

WatchGujarat. રાજકોટ ગોંડલ હાઇવે પર બિલિયાળા નજીક સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં સુરતના એક જ પરિવારના 6 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જેમાં 12 વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે. આ પરિવાર લગ્નપ્રસંગમાં હાજરી આપી ખોડલધામના દર્શન કરીને સુરત પાછા ફરી રહ્યા હતા.

સુરતના કઠોદરા સોમેશ્વર વિલામાં રહેતા અને મૂળ મૂંજિયાસર નવા ગઢિયા ખાતે રહેતા આ પરિવારનું અકસ્માતમાં મોત થયા હતા. મરનારમાં 38 વર્ષીય અશ્વિન ગઢિયા, પત્ની સોનલબેન, 12 વર્ષીય પુત્ર ધર્મીલ, માતા શારદાબેન, બહેન ભાનુબેન બાંભરોળિયા, બનેવી પ્રફુલ્લભાઈ અમરેલીના ધારીમાં લગ્નપ્રસંગે ગયા હતા. અને ત્યાં સાંજે ખોડલધામ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

તે સમયે રાજકોટ ગોંડલ હાઇવે પર કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને એસટી બસ સાથે અથડાઈ હતી. જ્યાં અશ્વિનભાઈ, સોનલબેન, ધર્મીલ, શારદાબેન, પ્રફુલ્લભાઈ અને ભાનુબેનનું મોત થયું હતું. જ્યારે પરિવારની સાડા પાંચ વર્ષની જેની નામની દીકરીને નજીવી સામાન્ય ઇજા પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

છેલ્લો ફોન

પાડોશી કૃતિકાબેન લાઠીયા ને ભાનુબેને છેલ્લો ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે અમે ચોટીલા પહોંચી ગયા છે. સાંજે દીકરી અને બાપુજી ને જે જમવું હોય તે જમાડી દેજો. આવું કહીને દોઢ કલાક બાદ એસટી બસના એક મુસાફર નો ફોન આવ્યો કે આ પરિવારને તમે ઓળખો છો ? અહીંયા એક્સિડન્ટ થયું છે.

પરિવારમાં સુરત રહેતો એક ભાઈ વહેલો આવી જતાં તેનો બચાવ થયો હતો. જોકે એક જ પરિવારના 6 વ્યક્તિના મોત થતા આખા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આજે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહ સુરત લાવીને તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud