લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે.જ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે.લોચો એ વિશેષ સુરતી વાનગી છે.જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો છે. તો આવો આપણે જાણીયે કે ઘરેજ આપણે સુરતનો પ્રખ્યાત સુરતી લોચો કેવી રીતના બનાવી શક્યે છે. ફોલૉ કરો આ રીત

સામગ્રી

-ચણાની દાળ  3 કપ

-1 કપ ઉરદ દાળ

-પોહાનો 1 કપ

-1 ચમચી લીલા મરચાની પેસ્ટ

-1 ટીસ્પૂન હળદર પાવડર

-2 ડુંગળી

-½ ચમચી મરચું પાવડર

-લીંબુના રસના 2-3 ટીપાં

-2 ચમચી તેલ

-1 tbsp સેવ

-1 tsp ઇનો

-સ્વાદ માટે મીઠું

સુરતી લોચો બનાવવાની રીત

– દાળને ઘણા બધા પાણીમાં એક રાત પલાળી રાખો.

– પલાળેલી દાળને  સારી રીતે ધોઈ લો અને પલાળેલા પોહાનો 1 કપ તેમાં ઉમેરો.

– હવે તેને મિક્સરમાં પીસી લો અને નરમ બેટટર બનાવી લો

– સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાની પેસ્ટ નાંખી, ચપટી હળદર અને ઈનો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

-હવે વાસણ લો અને આખા વાસણમાં તેલ ફેલાવીલો જેથી તે બેટટર તેમાં ચોંટે નહિ અને બેટટર તેમાં નાખી લો.

– હવે પ્રેશર કૂકરમાં થોડું પાણી નાખો અને તેને 10-15 મિનિટ સુધી ઉકાળો.

– વાસણને પ્રેશર કૂકરમાં રાખો અને કૂકરને સીટી વગર ઢાંકી દો

– તેને 10 મિનિટ સુધી વરાળમાં રહેવા દો.

– હવે એક સાફ ચરી લો અને તે બેટટર માં નાખીને જોવો  જો તે સ્વચ્છ બહાર આવે છે, તો તેનો અર્થ તે થઈ ગયું છે.

– થોડું લીંબુનો રસ, સેવ, તેલનો અને સમારેલી ડુંગળી ઉમેરીને ગરમા ગરમ સર્વ કરો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud