• સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પહેલી જ વખત મહિલા ડીસીપીની નિયુક્તિ કરવામાં આવી
  • ફેબ્રુઆરી મહિનામાં એટલે કે દોઢ મહિના પહેલા જ તેઓએ એક પુત્રને જન્મ આપ્યો
  • પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહિલા પુરુષ જેવો ભેદભાવ હોતો નથી. જે જવાબદારી મળે તે સ્વીકારી લેવાની હોય છે – રૂપલ સોલંકી. ડીસીપી સુરત ક્રાઇમ બ્રાન્ચ

WatchGujarat. એક મહિલા માટે કોઈ કામ અશક્ય હોતું નથી. અને એ મહિલા જ્યારે માતા બને ત્યારે તે દુનિયાના મુશ્કિલ કામને પણ આસાનીથી પૂર્ણ કરી શકે છે. આ શબ્દો છે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ઇતિહાસમાં પહેલી વાર જવાબદારી સંભાળનાર મહિલા ડીસીપી રૂપલ સોલંકીના.

સુરત ક્રાઈમ બ્રાન્ચમાં પહેલી જ વખત મહિલા ડીસીપી મુકાયા છે. રૂપલ સોલંકી કે જેમને આ જવાબદારી આપવાના આવી છે તે એક મહિલા હોવાની સાથે એક સંતાનની માતા પણ છે. ફેબ્રુઆરી મહિનામાં એટલે કે દોઢ મહિના પહેલા જ તેઓએ એક પુત્રને જન્મ આપ્યો હતો.

અને દોઢ મહિનામાં જ તેઓ ફરજ પર આટલી મોટી જવાબદારી સંભાળવા તૈયાર પણ થઈ ગયા છે. ખાખી વરદીની પાછળ રહેલી એક માતાને અમે જ્યારે અમે પૂછ્યું કે આ જવાબદારી તેઓ કેવી રીતે સંભાળશે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહિલા પુરુષ જેવો ભેદભાવ હોતો નથી. જે જવાબદારી મળે તે સ્વીકારી લેવાની હોય છે. અને પહેલીવાર તેમને જે આ જવાબદારી મળી છે તેને તેઓ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. સુરત પોલીસની શી ટીમ સાથે મળીને તેઓ મહિલાઓ સાથે અત્યાચાર ઓછા થાય તેવા પ્રયાસો કરશે.

ફિલ્મ મેરિકોમ પરથી પ્રેરણા બાબતે તેઓએ કહ્યું હતું કે મેરિકોમ રિયલ લાઈફમાં પણ પોતાના બે જોડિયા સંતાનો સાથે કોચ પાસે તાલીમ લઈને આગળ વધી હતી. ફિલ્મના ડાયલોગ પ્રમાણે એક મહિલા જ્યારે માતા બને છે ત્યારે તે વધુ મજબૂત બની જાય છે. તેઓ પુત્ર અને પરિવારની કાળજી લેવાની સાથે ડીસીપી તરીકેની પણ જવાબદારી સંભાળશે.

Facebook Comments Box

Videos

Our Partners