• કડોદરા GIDC માં આવેલી વિવા પેકેજીંગ કંપનીમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી
  • આગ લાગી તે સમયે મિલમાં અંદાજે 100 થી પણ વધુ કામદારો હતા
  • સમયસૂચકતા વાપરીને ફાયર દ્વારા હાઇડ્રોલિક ક્રેઈન લઇ જવામાં આવી

WatchGujarat. સુરતની કડોદરા જીઆઇડીસ ખાતે વિવા પેકેજીંગ મિલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. સુરત શહેર અને જિલ્લાના ફાયર જવાનોને આગનો મેસેજ મળતા દસથી વધુ ફાયરની ટિમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ મિલ ગ્રાઉન્ડ પ્લસ પાંચ માલની હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક ક્રેઈનનો ઉપયોગ કરીને 100 થી વધુ કામદારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં બે કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જયારે અન્ય ઈજાગ્રસ્ત કામદારોને સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

માહિતી પ્રમાણે કડોદરા GIDC માં આવેલી વિવા પેકેજીંગ કંપનીમાં વહેલી સવારે સાડા ચાર વાગ્યે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગી તે સમયે મિલમાં અંદાજે 100 થી પણ વધુ કામદારો હતા. આગ લાગતાંની સાથે જ તેઓ પોતાનો જીવ બચાવવા છત પર ચડી ગયા હતા. સમયસૂચકતા વાપરીને ફાયર દ્વારા હાઇડ્રોલિક ક્રેઈન લઇ જવામાં આવી હતી. અને 100 જેટલા કામદારોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જો કે એક કામદારનું મોત નીપજ્યું હતું.

આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં. આગ લાગ્યા બાદ આ તમામ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી લીધાં છે. એક કામદારે પોતાનો જીવ બચાવવા ઉપરથી નીચે કૂદકો મારતાં તેનું મોત નિપજ્યું છે. સુરતના મેયર સહીત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે ફાયરની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. હાલ ફાયરે આગ પર કાબુ મેળવી લીધો છે, અને કૂલિંગની કામગીરી ચાલી રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજીસુધી જાણ શકાયું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud