• રીંગરોડ અને સલાબતપુરામાં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે
  • સવારે 8 વાગ્યાની આસપાસ રીંગરોડ સ્થિત પીપરડી શેરી પાસે આવેલી કોહીનુર માર્કેટમાં બીજા માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગી
  • બનાવની ગંભીરતા લઇ ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી
  • 6 ફાયર સ્ટેશનનની 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.આગ કાબુમાં લઇ લેવામાં આવી હતી

WatchGujarat. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી કોહીનુર માર્કેટમાં બીજા માળે આવેલી સાડીની દુકાનમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. તેમજ બનાવની ગંભીરતા જોઈ ખુદ મેયર હેમાલી બેન બોઘવાલા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

સુરત શહેરને ટેક્સટાઈલ સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. રીંગરોડ અને સલાબતપુરામાં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે. ત્યારે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ રીંગરોડ સ્થિત પીપરડી શેરી પાસે આવેલી કોહીનુર માર્કેટમાં બીજા માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાંથી ધુમાડા નીકળતા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ લોકોએ આ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. જેથી બનાવની ગંભીરતા લઇ ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.

ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી. પરંતુ આગના કારણે દુકાનમાં રહેલો સાડીનો જત્થો સળગી ગયો હતો તેમજ આજુબાજુના મળીયા પર મુકેલા સમાનને પાણી અને હિટના કારણે નુકશાન થયું હતું આ ઉપરાંત અન્ય બાજુમાં આવેલી દુકાનોને પાણી અને હિટના કારણે બારીઓ અને દરવાજાને નુકશાન થયું હતું

ફાયર વિભાગે જણાવ્યું હતું કે બનાવની જાણ થતા જ 6 ફાયર સ્ટેશનનની 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.આગ કાબુમાં લઇ લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગ ક્યાં કારણોસર લાગી તે હજી જાણી શકાયું ન હતું. બીજી તરફ મેયર હેમાલી બેન બોઘવાલા પણ બનાવની ગંભીરતા જાણી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કાપડ માર્કેટમાં સાડી તેમજ કાપડની દુકાનો મોટી સંખ્યામાં આવેલી છે. અહી સાડી તેમજ કાપડનો જત્થો હોવાથી આગ ઝડપથી પ્રસરવાની શક્યતા રહેલી હોય છે. સવારના સમયે આગ લાગી હોવાથી માર્કેટમાં વધુ લોકોની હાજરી ન હતી. પરંતુ ટેક્સટાઈલ માર્કેટમાં જ્યારે પણ આગ લાગે છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ગંભીરતાથી લેવામાં આવે છે. ત્યારે આ બનાવમાં પણ ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ કાબુમાં લઇ લીધી હતી. આગ કાબુમાં આવી જતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

Facebook Comments Box

Videos

Our Partners