• બસંત પરિકે 2011 થી 2015 દરમિયાન ટોરન્ટ પાવર કંપની અને રિલાયન્સ કંપનીમાં ફાયર વિભાગમાં ફરજ બજાવી
  • 2015 માં મનપાના ફાય૨ અને ઇમરજન્સી સર્વિસ વિભાગમાં જોડાઇને હાલ તેઓ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ સ્થિત બજાવી રહ્યા છે
  • 29 જાન્યુઆરી 2021 ના રોજ એ . કે . લબ્ધિ ડાઇંગ મિલમાં લાગેલી આગની ઘટનામાં ફસાયેલા મજૂરોના બચાવની કામગીરી દરમિયાન બસંત પરિક પણ દાઝી ગયા હતા

WatchGujarat. ગત જાન્યુઆરી 2021 ના રોજ એ . કે . રોડ સ્થિત લબ્ધિ ડાઇંગ મિલમાં લાગેલી આગની ઘટનામાં ફસાયેલા 35 જેટલાં મજૂરોને જીવના જોખમે બહાર કાઢવાની બચાવની કામગીરીમાં 11 ટકા જેટલાં દાઝી ગયેલ સુરત મનપાના ચીફ ફાયર ઓફિસર બસંત પરિકની ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ‘ ફાયર સર્વિસ મેડલ ઓફ ગેલેન્ટ્રી ’ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે .

આજે ગણતંત્ર દિવસે આ સન્માનિય એવોર્ડ બસંત પરિકને એનાયત થશે . સમગ્ર ભારતભરમાંથી સાહિસક કામગીરી બદલ ત્રણ વ્યક્તિઓની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી છે . તે પૈકી સુરત મનપામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પરિકનો સમાવેશ થાય છે .

બસંત પરિકે 2011 થી 2015 દરમિયાન ટોરન્ટ પાવર કંપની અને રિલાયન્સ કંપનીમાં ફાયર વિભાગમાં ફરજ બજાવી હતી . 2015 માં મનપાના ફાય૨ અને ઇમરજન્સી સર્વિસ વિભાગમાં જોડાઇને હાલ તેઓ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ સ્થિત બજાવી રહ્યા છે .

29 જાન્યુઆરી 2021 ના રોજ એ . કે . લબ્ધિ ડાઇંગ મિલમાં લાગેલી આગની ઘટનામાં ફસાયેલા મજૂરોના બચાવની કામગીરી દરમિયાન બસંત પરિક પણ દાઝી ગયા હતા.

ફાયર સર્વિસ ઓફ ગેલેન્ટ્રી મેડલ માટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની ભારત સરકારે પસંદગી કરતાં મનપા માટે અને સુરત શહેર માટે પણ ગૌરવપૂર્ણ બાબત છે. બસંત પરિક 1991 થી ગૃહમંત્રાલય હસ્તકની સીઆઇએસએફ – ફાયર સર્વિસમાં નિમણૂક પામ્યા હતા અને 2011 સુધી સેવા આપી હતી.

Facebook Comments Box

Videos

Our Partners