રાજ્યના પહેલા કેબલ સ્ટેઈડ તાપી પુલની સલામતીમાં ગંભીર ક્ષતી બહાર આવી
બ્રીજને પિલર સાથે પકડી રાખતી ચાર બે પૈકી બે પીન ચોરાઈ ગયી
બે વર્ષ અગાઉ કેબલ બીજની સુંદરતા વધારવા લગાડવામાં આવેલી લાઈટ બે વર્ષ પહેલા પણ ચોરી થઇ હતી
WatchGujarat. સુરતના કેબલ સ્ટેઈડ બ્રીજ પર તોડફોડ સાથે ચોરી કરવામાં આવી હોવાની ઘટના બની છે. કેબલ સ્ટેઈડ પુલને પિલર સાથે પકડી રાખતી પીનની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું છે. જેથી મનપાની ટીમ દોડતી થઇ છે.
રાજ્યના પહેલા કેબલ સ્ટેઈડ તાપી પુલની સલામતીમાં ગંભીર ક્ષતી બહાર આવી છે. કેબલ બ્રીજ અને પરંપરાગત બ્રીજ કરતા અલગ પ્રકારનું સ્ટ્રક્ચર હોવા છતાં તેની સુરક્ષા સાથે ચેડા થઇ રહ્યા છે. કેબલ બ્રીજના મૂળ ડીઝાઈનરને બ્લેક લીસ્ટ કર્યા બાદ એલ એન્ડ ટી પાસેથી નવેસરથી ડીઝાઈન બનાવી કેબલ બ્રીજ પૂરો કરવામાં આવ્યો હતો. મૂળ ડીઝાઈનની કેટલીક ભૂલોને સુધારી કેબલ બ્રીજ સાકાર થયો છે. કેબલ બ્રીજ સ્ટ્રક્ચર દોરડા પર ટકેલું છે. કેબલ બ્રીજને પકડીને ટકાવી રાખે તેવા પાર્ટની ચોરી થવા લાગી છે.
બ્રીજને પિલર સાથે પકડી રાખતી ચાર બે પૈકી બે પીન ચોરાઈ ગયી છે. રાતના અંધારામાં ચોર ટોળકી પીન કાપીને ચોરી ગઈ છે. કેબલ બ્રિજના ઇન્સ્પેકશન વિન્ડોના લોખંડના ફ્રેમીંગ ચોરાઈ ગયા છે. ઇન્સ્પ્કેશન વિન્ડો પર ઉતરીને લોખંડના ઢાંકણા ચોરાઈ જાત ત્યાં સુધી પાલીકે ખબડ સુદ્ધા પડી નથી. સૌથી ગંભીર બાબત એ છે કે, બ્રીજના કોન્ક્રીટના સ્ટ્રકચરને તોડવાની ઘટના બની છે. કેબલ બ્રિજના છેડાના ભાગમાં કોન્ક્રીટ તોડવામાં આવ્યું છે. જેને લઈને પાલિકાની ટીમ દોડતી થઇ છે.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ કેબલ બીજની સુંદરતા વધારવા લગાડવામાં આવેલી લાઈટ બે વર્ષ પહેલા પણ ચોરી થઇ હતી. આ ઘટનામાં હજુ સુધી આરોપી પણ પકડાયા નથી. અને ત્યારથી આજદિન સુધી લાઈટ પણ લગાડવામાં આવી નથી.
લોખંડ ચોરવા માટે પેધી પડેલી ટોળકી પીન, લોખંડના ઢાંકણા બાદ લોખંડની લાલચમાં બ્રિજના કેબલ કાપે તો આખો બ્રીજ જોખમમાં મુકાઈ શકે છે. બ્રીજનું સંપ્રુણ વજન દોરડાથી નિયંત્રીત થાય છે. બ્રિજના કેબલને નુકશાન થયું તો સ્ટ્રકચરને નુકસાન થઇ શકે છે. દિવાળી વેકેશનમાં બ્રીજની જાણવણી મોટો પડકાર બની રહેશે. એટલું જ નહી છેલ્લા ત્રણ વર્ષથી બ્રીજની જાણવણી માટે એક પણ સિક્યુરીટી મુકવામાં આવ્યો નથી.