• વેક્સિનેશન અભિયાને પ્રોત્સાહન આપવા અનેક વેક્સિનેશન સેન્ટર પર ઓફર આપવામાં આવી રહી છે
  • કેટલાંક શહેરોમાં વેક્સિનનો બીજો ડોઝ મુકાવનારને તેલના પાઉચ પણ ભેટમાં અપાયા
  • વેક્સિનેશન માટે પ્રેરણા આપવા આવી ચીજ-વસ્તુની લાલચ આપવી કેટલાં અંશે યોગ્ય?
  • કેમ લોકો સ્વૈચ્છાએ પોતાની ફરજ સમજીને વેક્સિનનો ડોઝ લેતા નથી?

WatchGujarat. ગુજરાતના અનેક શહેરોના વેક્સિનેશન સેન્ટર પર લોકોને કોરોના વેક્સિનેશન માટે પ્રોત્સાહિત કરવા જુદી-જુદી ચીજ-વસ્તુઓની ઓફરો આપવામાં આવી રહી છે. વિના મુલ્યે મળતી ચીજ-વસ્તુઓની લાલચમાં લોકો કોરોનાની વેક્સિન પણ લઈ રહ્યા છે. જ્યાં પણ કોરોનાની વેક્સિન લેવા બદલ કોઈ ભેટ કે ચીજ-વસ્તુ આપવામાં આવી રહી છે, ત્યા વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. ઘણા મોટા શહેરોમાં વેક્સિનનો બીજો ડોઝ લેનારને 1 કીલો તેલના પાઉચ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે.

આ સ્થિતિને જોઈને એક મોટો સવાલ ઉભો થાય છે. કોરોનાની મહામારીથી બચવા માટે સરકાર દ્વારા વિનામૂલ્યે વેક્સિનના બન્ને ડોઝ આપવામાં આવી રહ્યા છે, છતાં લોકોને વેક્સિનેશન માટે પ્રેરણા આપવા આવી ચીજ-વસ્તુની લાલચ કે પ્રલોભન આપવું કેટલાં અંશે યોગ્ય? કેમ લોકો સ્વૈચ્છિકપણે વેક્સિન લેતા નથી? ઉલ્લેખનીય છે કે કોરોના મહમારી સામે વેક્સિન સૌથી કારગર પૂરવાર થઈ છે. વેક્સિનેશનના કારણે જ હાલ ભારતમાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હજી પણ ઘણા લોકો છે જેમણે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ પણ નથી લીધો. આ લોકો કોરોનાની વેક્સિન મુકાવે તે માટે સરકાર અને સામાજીક સંસ્થાઓ દ્વારા જુદી-જુદી ચીજ-વસ્તુઓની લાલચ આપવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા વિના મૂલ્યે વેક્સિનના બંને ડોઝ અપાતા હોવા છતાં લોકો સ્વૈચ્છાએ વેક્સિન લેતા નથી. આજરોજ સુરતમાં વેક્સીન લીધા હોય તેવા લોકોને મફત 1 લિટર તેલના પાઉચ આપવામાં આવ્યા હતા. જેને લઇને સોશિયલ મીડિયામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

જો સરકાર નાગરિકોની સુરક્ષા માટે વિનામૂલ્યે વેક્સિનેશનની સુવિધા આપે છે. તો નાગરીક તરીકે હવે લોકોએ પણ પોતાની ફરજના ભાગરૂપે વેક્સિનના બંને ડોઝ લેવા જોઈએ. લોકોએ આવી ઓફર, ચીજ-વસ્તુઓની રાહ ન જોવી જોઈએ. કોઈ ચીજ-વસ્તુની લાલચ વીના પોતાની સુરક્ષા માટે વેક્સિન લેવી જોઈએ. પોતાના શહેરને કોરોના મુક્ત બનાવવા માટે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્વારા વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેથી નાગરિકોએ પણ હવે પોતાની ફરજ સમજીને તેમા પોતાનું યોગદાન આપવું જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud