એક સુરતીએ તો દોરાની સમસ્યા દુર કરવાના અભિયાન સાથે લોકોને સીધી રીતે જ જોડી દીધા
પાંચસો ગ્રામ દોરીની ગૂંચ લાવનારને પાંચસો ગ્રામ સાદા ખમણ અને 1 કિલો દોરીની ગૂંચ લાવનારને 1 કિલો સાદા ખમણ અથવા 1 કિલો ચીઝ રોલ લોચો ફ્રી આપવાની જાહેરાત
આજે સવારથી ઘણા લોકો અમારી પાસે આ રીતે દોરાની ગૂંચ લઈને આવી રહ્યા છે અને બદલામાં ખમણ મેળવી રહ્યા છે
WatchGujarat. ઉત્તરાયણ બાદ નકામા કપાયેલા પતંગ અને ધારદાર દોરાઓ દિવસો સુધી આમ તેમ લટકતા રહેતા હોય છે. જોકે તેના કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતો કે પછી મૂંગા નિર્દોષ પક્ષીઓ પણ ઘવાતા હોય છે.
મોટા ભાગે આ અકસ્માતો ઝાડ પર, રસ્તા પર, કે પછી ઇલેક્ટ્રિક વાયર પર લટકી રહેલા દોરાઓને કારણે પક્ષીઓ સૌથી વધારે ઘવાતા હોય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે કેટલાક જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓ તેના માટે પણ ખાસ અભિયાન ચલાવતી હોય છે.
પણ સુરતમાં એક સુરતીએ તો આ અભિયાન સાથે લોકોને સીધી રીતે જ જોડી દીધા છે. સુરતના વેસુ વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાવતા એક વિક્રેતાએ સુરતીઓના મનપસંદ લોચાને લઈને એક નવી અને અનોખી સ્કીમ બહાર પાડી છે. જેમાં પાંચસો ગ્રામ દોરીની ગૂંચ લાવનારને પાંચસો ગ્રામ સાદા ખમણ અને 1 કિલો દોરીની ગૂંચ લાવનારને 1 કિલો સાદા ખમણ અથવા 1 કિલો ચીઝ રોલ લોચો ફ્રી આપવામાં આવશે.
ફરસાણ વિક્રેતા ચેતનભાઈનું કહેવું છે કે સુરતીઓને ખમણ અને લોચો અતિપ્રિય છે. તેના વગર સુરતીઓ સવાર અધૂરી છે. હાલમાં જ્યારે ઉત્તરાયણનો તહેવાર પૂરો થયો છે. ત્યારે અમે રસ્તા પર પડી રહેતા દોરા ને એકત્ર કરીને અકસ્માત ઘટાડવાનું નક્કી કર્યું હતું. અને એના માટે અમને આ યુનિક વિચાર આવ્યો.
આજે સવારથી ઘણા લોકો અમારી પાસે આ રીતે દોરાની ગૂંચ લઈને આવી રહ્યા છે અને ખમણ લોચો લઈ પણ જઈ રહ્યા છે. છતાં પણ લોકોને પક્ષીઓને અકસ્માત અને ઇજાથી બચાવવાનો આ અમારો વિચાર ખૂબ ગમ્યો છે. અને એટલા માટે તેઓ આગળ આવીને અમને દોરાની ગૂંચ આપી જાય છે.