• થર્ટી ફર્સ્ટની રાત્રીએ શુભમ તિવારીએ દારૂ નહિ મળતા ભારે હંગામો કર્યો
  • મહોલ્લાના બધા લોકોએ ભેગા મળીને શુભમને માર માર્યો
  • ઝઘડાની અદાવત રાખીને શુભમ તિવારીને શુભમ રાજવંશ નામના યુવક પર શંકા ગઇ
  • આ શંકાનો કરૂણ અંજામ આવ્યો, અને શુભમ પર હિંસક હુમલો કરવામાં આવ્યો

WatchGujarat. થર્ટી ફર્સ્ટની રાત્રીએ દારૂ નહિ પીવડાવવા જેવી બાબતે એક મિત્રએ બીજા મિત્ર પર ચપ્પુના ઉપરાછાપરી ઘા કર્યા હતા. બંને વચ્ચે વાત બોલાચાલી પરથી મારામારી પર પહોંચી ગઈ હતી. અને લાફાનો બદલો લેવો માટે શુભમ તિવારી નામના યુવકે શુભમ રાજવંશી નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

બનાવની હકીકત એવી છે કે થર્ટી ફર્સ્ટની રાત્રીએ શુભમ તિવારીએ દારૂ નહિ મળતા ભારે હંગામો કર્યો હતો. જેથી મહોલ્લાના બધા લોકોએ ભેગા મળીને તેને માર માર્યો હતો. જેમાંથી એકે શુભમ તિવારીને લાફો મારી બહાર કાઢી મુક્યો હતો.

આ ઝઘડાની અદાવત રાખીને શુભમ તિવારીને શુભમ રાજવંશ નામના યુવક પર શંકા હતી. ઇજાગ્રસ્ત શુભમ રાજવંશ બે મહિના પહેલા જ નોકરી માટે સુરત આવ્યો હતો. વેસુની હોટેલમાં તે કામ કરતો હતો. રવિવારે રાત્રે તે હોટલ પરથી પોતાના રૂમ પર જઈ રહ્યો હતો ત્યારે બે ઈસમો શુભમને ઘેરી વળ્યાં હતા. અને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.

ઇજાગ્રસ્ત હાલતમાં શુભમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની વધુ તપાસ ઉમરા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. અને હુમલાખોરોને શોધવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud