• અમરોલી વિસ્તારમાં યુવક પત્ની અને 4 વર્ષીય બાળકી સાથે રહે છે
  • રમતી 4 વર્ષીય દીકરીને વડોદરાથી આવેલો મિત્ર રૂમમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું
  • નરાધમ અકબર ઉસ્માન રાય વડોદરા માં પાનનો ગલ્લો ચલાવે છે

WatchGujarat. સુરતના અમરોલી વિસ્તારમાં મિત્રના ઘરે આવેલા નરાધમે તકનો લાભ લઇ 4 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. એક તરફ ડી.જેનો અવાજ અને બીજી તરફ માસૂમની ચીસો ડી.જેના અવાજમાં દબાઇ ગઇ હતી. એક ક્ષણ માટે પણ આ નરાધમને દયા ન આવી અને માસૂમ બાળકીને તેણે પીંખી નાખી હતી. આ બનાવને લઈને અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

સુરતના અમરોલી વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી 4 વર્ષીય બાળકીના પિતા મજૂરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત તા. 31 ડીસેમ્બરની મોડી રાતે તેઓના ઘર નજીક રહેતા યુવકને ત્ત્યાં તેનો મિત્ર રહેવા માટે આવ્યો હતો. દરમિયાન ત્યાં રમતી આ 4 વર્ષીય માસૂમ બાળકીને તે રૂમમાં લઇ ગયો હતો અને તેણીને પીંખી નાખી હતી.

એક તરફ ઘર નજીક ડી.જે પાર્ટી ચાલતી હતી અને તેના અવાજમાં જ આ માસૂમ બાળકીને ચીસો કોઇને સંભળાઇ નહીં. બીજી તરફ દીકરી નહીં મળતા પરિવારને શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન દીકરી નજીકમાં રહેતા હેમંત નામની વ્યક્તિના ઘરેથી મળી આવી હતી. હેમંતના ઘરે તેનો મિત્ર અકબર ઉસ્માન રાય રહેવા આવ્યો હતો. હેમંત બર્થ-ડે પાર્ટીમાં ગયો હોવાથી એકલતાનો લાભ લઇ તે ફુલ જેવી માસૂમ બાળકીને રૂમમાં લઇ જઇ પોતાની હવસનો શિકાર બનાવી હતી.

આ મામલે પરિવાર જનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વધુમાં મળતી માહિતી મુજબ નરાધમ અકબર ઉસ્માન રાય વડોદરા માં પાનનો ગલ્લો ચલાવે છે.  તે પહેલાં ઉધનમાં રોકાયો હતો અને ત્યાંથી અમરોલીમાં મિત્ર ને મળવા આવ્યો હતો અને ત્યાં મિત્ર બર્થ ડે પાર્ટીમાં જતા જ તેણે કૃત્ય કર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud