• જવેલરી મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા તારીખ 27, 28 અને 29 નવેમ્બર સુધી સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે દેશના પ્રથમ જવેલરી ઉત્પાદકો માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું
  • ટેક્સ્ટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ એક્ઝિબિશને ખુલ્લું મુકાશે
  • 175 કેરેટ વજનની નેચરલ ડાયમંડની 20 લાખની કિંમતની છત્રી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે

WatchGujarat. દેશમાં પહેલી વખત સુરતમાં જવેલરી મેન્યુફેક્ચરર્સ માટે સુરત જવેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 27 થી 29 નવેમ્બર દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેનશન સેન્ટર સરસાણા ખાતે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ટેક્સ્ટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ એક્ઝિબિશને ખુલ્લું મુકાશે. દેશભરમાંથી આ એક્ઝિબિશનમાં જવેલર્સ મેન્યુફેક્ચર્સ તેમજ વેપારીઓ અને કસ્ટમરો ભાગ લેશે. સુરત જવેલરી મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા તારીખ 27,28 અને 29 નવેમ્બર સુધી સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે દેશના પ્રથમ જવેલરી ઉત્પાદકો માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

એસોસિયેશનના પ્રમુખ જયંતી સાવલીયાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં 200 થી વધુ મેન્યુફેક્ચર્સ ભાગ લેશે. સુરત ડાયમંડ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. ત્યારે જેમ્સ એન્ડ જવેલરી ઉત્પાદકો તેમજ વેપારીઓ અને ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર લાવવા અને નવી ટેક્નોલોજી તેમજ જવેલરી ઉત્પાદન કરતી મશીનરીઓનું પ્રદર્શન નિહાળવા મળશે.

આ એક્ઝિબિશનમાં ગોલ્ડ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી પણ નિહાળવા મળશે. જેમાં 175 કેરેટ વજનની નેચરલ ડાયમંડની 20 લાખની કિંમતની છત્રી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં 12 હજાર ડાયમંડ અને 450 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હિપહોપ જવેલરી, ડાયમંડ સ્ટડેડ પેન, ઘડિયાળ, સહિતની કિંમતી ચીજવસ્તુઓ આકર્ષણ જમાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud