• કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ભક્તોએ 10 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ રવિવારે વિસર્જન કરવામાં આવ્યું
  • શહેરમાં 35 હજાર કરતા પણ વધુ પ્રતિમાઓ 19 જેટલા કૃત્રિમ તળાવમાં થાય તે પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું
  • 9 હજાર કરતા પણ વધુ પોલીસ સ્ટાફ વિસર્જન યાત્રામાં કાયદો વ્યવસ્થા જાળવવા ખડે પગે તૈનાત

WatchGujarat. દસ દિવસ સુધી ભારે શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કર્યા બાદ રવિવારે વિઘ્નહર્તાનું ગણેશ ભક્તોએ અશ્રુભીની આંખે વિસર્જન કર્યું હતું. ચાલુ વર્ષે સરકારે ગણપતિ મહોત્સવને પરવાનગી આપતાં મોટી સંખ્યામાં ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ભક્તોએ 10 દિવસ સુધી ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ રવિવારે વિસર્જન કરવામાં આવ્યું હતું. તાપીમાં પ્રદુષણ અટકાવવા દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. આ વખતે પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ 7 ઝોનમાં 19 જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. જોકે પહેલીવાર ડુમસ અને હજીરા ખાતે વિસર્જન પ્રક્રિયા માટે ભક્તોને નો એન્ટ્રી હતી.

શહેરમાં 35 હજાર કરતા પણ વધુ પ્રતિમાઓ 19 જેટલા કૃત્રિમ તળાવમાં થાય તે પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે પાલિકા અને પોલીસ તંત્રનો સ્ટાફ પણ પૂરતી વ્યવસ્થા માં હતો. વિસર્જન યાત્રાના માત્ર 15 વ્યક્તિઓનો સ્ટાફ હોય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઉપરાંત 9 હજાર કરતા પણ વધુ પોલીસ સ્ટાફ વિસર્જન યાત્રામાં કાયદો વ્યવસ્થા જાળવવા ખડે પગે તૈનાત હતો. જોકે સાંજ સુધી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બનતા શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પ્રક્રિયા સંપન્ન થઈ હતી.

શહેરમાં અલગ અલગ સ્થળે લોકોએ પોતાના ઘરઆંગણે પણ ઇકો ફ્રેન્ડલી રીતે બાપ્પાનું વિસર્જન કર્યું હતું. લગભગ 10 હજાર કરતા પણ વધુ નાની પ્રતિમાઓનું આ વર્ષે ઘરે જ વિસર્જન કરાતા કૃત્રિમ તળાવ માટે પણ લોકોની ભીડ ઓછી જોવા મળી હતી. હિન્દૂ મિલન મંદિર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગણેશજીની વિસર્જન પહેલા પૂજા અર્ચના કરીને બાપ્પાને વિદાય આપી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud