• વડોદરાની સંગમ એન્વાયરો કંપનીએ અમદાવાદની કંપની સાથે વિશ્વાસઘાત કર્યો
  • તેમાં અમદાવાદની કંપનીએ પોતાનું ટેન્કર હાલ પુરતુ ગુમાવવાનો વારો આવ્યો

WatchGujarat.મુંબઇની હિકલ કંપની પાસેથી ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ મેળવીને તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના બનાવમાં નવી-નવી બાબતો સામે આવી રહી છે. વડોદરાની સંગમ એન્વાયરો કંપનીએ અમદાવાદની કંપની સાથે વિશ્વાસઘાત કર્યો તેમાં અમદાવાદની કંપનીએ પોતાનું ટેન્કર હાલ પુરતુ ગુમાવવાનો વારો આવ્યો છે.

મુંબઇની હિકલ કંપનીમાંથી પાંચ ટેન્કર ઝેરી કેમિકલ લઇને નિકળ્યા હતા. તે ટેન્કર વડોદરાની સંગમ એન્વાયરોમેન્ટમાં આવ્યા હતા. તેમાંથી ત્રણ સુરતમાં ખાલી કરાયા હતા. આ કંપનીએ અમદાવાદની એક કંપનીને કહ્યું કે તેમની પાસે પોટ્યેશ છે. જે વેચવાનું છે તે કંપનીએ ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી. તે કંપનીએ પોતાનું ટેન્કર વડોદરા મોકલ્યુ હતુ, તે જ સમયે સુરતમાં ઝેરી કેમિકલ કાંડ બન્યો હતો. તપાસમાં સુરત પોલીસે અમદાવાદની તે કંપનીનું ટેન્કર પણ કબજે લીધુ હતુ કારણ કે તેમાં પણ કેમિકલ વેસ્ટ હતુ.

સચિન-પાંડેસરાની ખાડીમાં કેમિકલ નિકાલ થાય એવા 23 સ્થળે પેટ્રોલિંગ કરાશે CCTV કેમેરા પણ મૂકાશે

6 શ્રમિકના મોત બાદ સોમવારે પોલીસ કમિશનરે સચીનમાં મીટિંગ કરી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો પોલીસ અધિકારીઓ અને સચીન જીઆઇડીસી-પાંડેસરા પોલીસ હદમાં આવતા 14 ગામના 50થી વધુ આગેવાન જોડાયા હતા. કેમિકલ માફિયા ખાડી કે ગટરમાં ઝેરી કેમિકલ નિકાલ કરે તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવા કહ્યું છે. આ વિસ્તારમાંથી પસાત થતી ખાડીમાં નિકાલ થઇ શકે એવી સંભંવિત જગ્યા નક્કી કરાતા સચીન જીઆઇડીસીમાં 14,સચીનમાં 5 અને પાંડેસરામાં 4 જગ્યા પર ખાસ પેટ્રોલિંગ માટે ટાસ્ક ફોર્સની રચના કરાઇ છે. જેમાં પોલીસ, સચીન ઇન્ડ્રસ્ટ્રીઝ કો.ઓ સોસાયટી તથા જીપીસીબીના અધિકારીઓ સંયુક્ત પેટ્રોલિંગ કરશે. સંભવિત જગ્યા પર કેમેરા પણ મૂકાશે.

Facebook Comments Box

Videos

Our Partners