સુરતની યુવતીઓએ ગરબે ઘુમવા માટે પીઠ પર માતાજીની આંખોનું ટેટુ તો અન્ય એક યુવતીએ કોરોના માટે જાગૂતિ લાવવા માટે માસ્કનું ટેટુ પડાવ્યું
ટેટુ તેમની ડ્રેસિંગ સ્ટાઈલનો એક ભાગ બની ગયો છે – શ્રેયા ગજ્જર
થીમ બેઇઝડ ટેટુની વાત કરીએ તો આ વર્ષે કોરોના જાગૃતિ માટેના ટેટુ યુવા હૈયાઓમાં ફેવરિટ દેખાઈ રહ્યા છે
[caption id="attachment_1408167" align="aligncenter" width="1024"] Navratri special - tattoo[/caption]
WatchGujarat. નવરાત્રીના તહેવારનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે યુવા હૈયાઓ અલગ અલગ ટેટુ પડાવી રહ્યા છે. ચાલુ વર્ષે કોરોનાના કેસો ઓછા થતા સરકારે મોટા આયોજનો પર તો બ્રેક મારી છે પરંતુ નાના પાયે શેરી મહોલ્લા માં ગરબા રમવાને પરવાનગી આપી છે.
ત્યારે યુવાહૈયાઓએ તો તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગયા વર્ષે કોરોનાના કારણે નવરાત્રીમાં ગરબે નહીં ઝૂમી શકનાર ખેલૈયાઓ આ વર્ષે શેરી મહોલ્લા અને સોસોયટીઓમાં ગરબે રમવા આતુર દેખાઈ રહ્યા છે. દર વર્ષે નવરાત્રીમાં ચણીયા ચોળી , ઓર્નામેન્ટની સાથે સાથે કેલૈયાઓ ટેટુ પાછળ પણ તેટલો જ ખર્ચ કરતા હોય છે. આ વર્ષે પણ ખેલૈયાઓ દ્વારા વિવિધ થીમ પર આધારિત ટેટુ પડાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
[caption id="attachment_1408166" align="aligncenter" width="1024"] Navratri special - tattoo[/caption]
સુરતની યુવતીઓએ ગરબે ઘુમવા માટે પીઠ પર માતાજીની આંખોનું ટેટુ પડાવ્યું હતું. તો અન્ય એક યુવતીએ કોરોના માટે જાગૂતિ લાવવા માટે માસ્કનું ટેટુ ચીતરાવ્યું હતું. માતાજીનું ટેટુ પડાવનાર શ્રેયા ગજ્જર કહે છે કે, તેઓનું ટેટુ તેમની ડ્રેસિંગ સ્ટાઈલનો એક ભાગ બની ગયો છે. નવે નવ દિવસ ડ્રેસને અનુરૂઓ તેઓ ટેટુ પણ પડાવતા હોય છે. આ ટેટુ કાયમી નહીં પણ ટેમ્પરરી હોય છે. જે વોટરકલરથી કરવામાં આવે છે. દર વર્ષે હું પાર્ટી પ્લોટ પર રમવા જતી હતી. પણ આ વર્ષે મારી સોસાયટીમાં જ ગરબા રમવાની છું.
ખાસ કરીને થીમ બેઇઝડ ટેટુની વાત કરીએ તો આ વર્ષે કોરોના જાગૃતિ માટેના ટેટુ યુવા હૈયાઓમાં ફેવરિટ દેખાઈ રહ્યા છે. દર વર્ષે થીમ બેઇઝ ટેટુ નું ચલણ જોવા મળતું જ હોય છે. ત્યારે શેરી મહોલ્લામાં ગરબા રમતી વખતે લોકોમાં જાગૂતિ પણ આવે તે માટે યુવક યુવતીઓ કોરોના જાગૃતિ માટેના ટેટુ ચીતરાવી રહ્યા છે. કોરોના જાગૃતિ માટેનું ટેટુ પડાવનાર વૈષ્ણવી રાંદેરીયા કહે છે કે મારી શેરીમાં અમારી તૈયારીઓ થઈ ગઈ છે. મર્યાદિત સભ્યો સાથે જ્યારે અમે ગરબા રમવાના છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે તે માટે ને be safe navratri એવું ટેટુ કરાવ્યું છે.
ટેટુ આર્ટિસ્ટ મોનિક પટેલ કહે છે કે દર વર્ષે થીમ બેઇઝડ ટેટુનો ટ્રેન્ડ તો હોય જ છે. હજી કોરોના ગયો નથી, એટલે લોકો અવેરનેસના ટેટુ પણ પડાવી રહ્યા છે. આ ટેમ્પરરી ટેટુ પાછળ યુવક યુવતીઓ ટેટુના કદ પ્રમાણે 500 થી 2 હજાર સુધી ખર્ચે છે. પીઠ, હાથના કાંડા, ગરદન, પેટ પર યુવક યુવતીઓ ટેટુ પડાવે છે.