• સુરતમાં સતત વિદ્યાર્થિનીઓના આપઘાતની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે
  • ધો.10ની વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમીએ લગ્ન માટે દબાણ કરતા આપઘાત કર્યો હોવાના પ્રાથમિક માહિતી સામે આવી
  • પાંડેસર પોલીસે કિશોરીના આપઘાતમાં વધુ તપાસ હાથ ધરી છે

WatchGujarat. સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના સામે આવી છે. પાંડેસરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાથી ચકચાર મચી ગયો છે. પાંડેસરામાં 15 વર્ષીય કિશોરીએ પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જોકે આ આપઘાત પાછળ પ્રેમી લગ્ન માટે દબાણ કરતો હોવાનો મૃતકની માતાએ આરોપ લગાવ્યો છે. દીકરીના આપઘાત બાદ તેના પિતાએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં સતત વિદ્યાર્થિનીઓના આપઘાતની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં ધો.10ની વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમીએ લગ્ન માટે દબાણ કરતા આપઘાત કર્યો હોવાના પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ત્યાં જ યુવક અને તેની માતા કિશોરી પર લગ્ન માટે દબાણ કરતાં હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. મૃતક વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરી હતી.

આપઘાત પહેલા કિશોરીએ માતાને ઘટનાની જાણ કરી હતી. પાંડેસર પોલીસે કિશોરીના આપઘાતમાં વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud