ઘોડદોડ રોડ પર રહેતી આને ધોરણ 11 આર્ટસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની લાંબા સમયથી માનસિક તકલીફ હોવાથી છેલ્લા ઘણા સમયથી પોતાના માથાના વાળ તોડીને ખાયા કરતી
વિદ્યાર્થીનીનું જમવાનું ઓછું થતા તેની સોનોગ્રાફી કરાવી જેમાં તેણીના જઠરમાં વાળનો ગુચ્છો દેખાયો
સરકારી હોસ્પિટલમાં વિદ્યાર્થીનીની સફળ સર્જરી કરવામાં આવી
WatchGujarat. ઘોડદોડ રોડની માનસિક તકલીફ ધરાવતી ધોરણ 11ની વિદ્યાર્થીની વાળ તોડી ખાયા કરતી હતી. જેથી તેના પેટમાંથી નવી સિવિલના સર્જરીના ડોકટરની ટીમે સફળ ઓપરેશન કરી 500 ગ્રામ વાળનો ગુચ્છો બહાર કાઢયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ઘોડદોડ રોડ પર રહેતી આને ધોરણ 11 આર્ટસ માં અભ્યાસ કરતી 16વર્ષીય વિદ્યાર્થીની લાંબા સમયથી માનસિક તકલીફ હોવાથી છેલ્લા ઘણા સમયથી પોતાના માથાના વાળ તોડીને ખાયા કરતી હતી. જેથી તેનું ખાવાનુ ઓછુ થઇ ગયુ હતુ તેમજ વજન ઘટવા લાગ્યુ હતુ. આવી તકલીફ ને લીધે તે સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેને સોનોગ્રાફી કરાવતા જઠરમાં વાળનો ગુચ્છો દેખાયો હતો. તેની માતા ઘરકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમની પાસે સર્જરી કરાવવાના પૈસા ન હોવાથી તેના પરિવારજનો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. ગઈ તા. 11મીએ તેને પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં લાવ્યા હતા.
તા. 13મીએ નવી સિવિલ સર્જરી વિભાગના વડા ડા. નિમેષ વર્માના માર્ગદર્શન હેઠળ ડો.દેવેન્દ્ર ચૌધરી ડો.અમિત, ડો.ધર્મેશ સહિતના ડોક્ટરોની ટીમે બે કલાક સુધી જહેમત ઉઠાવી સફળ સર્જરી કરી હતી. અને તેના પેટમાં 7 થી 8 સેન્ટીમીટર કાપ મૂકીને જઠરમાં ફસાયેલો વાળનો ગુચ્છો બહાર કાઢયો હતો. અંદાજિત 500 ગ્રામ વાળનો ગુચ્છો હતો. વાળનો ગુચ્છો બહાર નીકળતા તેની તકલીફમાં ઘટાડો અને તબિયતમાં સુધારો આવતા આજે તેને રજા આપવામાં આવી હતી. તેને માનસિક તકલીફ દુર થાય તે માટે પણ ડોકટરે દવા શરૃ કરી છે.
તરૃણીને માનસિક તકલીફ હોવાથી ચાર વર્ષ પહેલા પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરી કરીને અંદાજીત એક કિલો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. એવુ તેના પરિવારના સભ્યોએ સિવિલના ડોકટરને કહ્યુ હતુ. માનસિક તકલીફ ધરાવતા એક હજારમાંથી પાંચને વાળ તોડીને ખાવાની આદત હોય છે. એક વખત ઓપરેશન કર્યા બાદ બીજી વખત વાળનો ગુચ્છો થાય એવુ રેર કેસમાં બને છે. પ્રથમ વખતે સર્જરી બાદ માનસિક તકલીફની દવા લીધી ન હોય તેવી શક્યતા છે એમ ડો. ધર્મેશે ચૌહાણે કહ્યુ હતુ.