• સુરતમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે  મેડિકલ કર્મચારીઓને કોન્ટ્રકટ પર લેવામાં આવ્યા હતા
  • ત્રીજી લહેરમાં ફરી તમામ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા હતા
  • કર્મચારીઓએ મનપા કચેરી બહાર અમારી માંગો પૂરી કરો જેવા સુત્રોચાર કર્યા

WatchGujarat. કોરોના સંક્રમણ ટાણે મહત્વની કામગીરી કરતા નર્સિંગ, લેબ ટેક્નીશન અને આયુષ ડોક્ટરના સ્ટાફે મનપા કચેરી પર મોરચો માંડ્યો હતો. મહેનતાણું ઘટાડી દેવામાં આવતા મનપા કચેરી બહાર સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે  મેડિકલ કર્મચારીઓને કોન્ટ્રકટ પર લેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ બીજી લહેરમાં છુટા પણ કરી દેવામાં આવ્યા હતા. જો કે ત્રીજી લહેરમાં ફરી આ તમામ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે મહેનતાણું ઓછું આપવામાં આવી રહ્યું છે. જેને લઈને નર્સિંગ, લેબ ટેક્નિશિયન તેમજ આયુષ ડોક્ટર સ્ટાફ મનપા કચેરી પર પહોંચ્યા હતા, અને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ મનપા કચેરી બહાર અમારી માંગો પૂરી કરો જેવા સુત્રોચાર પણ કર્યા હતા.

આયુષ મેડીકલ ઓફિસરે જણાવ્યું હતું કે, મહેનતાણું ઘટાડવાનું કારણ શું છે તે જણાવવામાં આવ્યું નથી. કોરોનામાં અમે જીવના જોખમે કામગીરી કરીએ છીએ. અમે દર્દીના ઘરે જઈને ટેસ્ટીંગ કરીએ છીએ. ક્યારેક અમારી સાથે આંતકવાદીઓ હોય તેમ વર્તન કરાઈ છે. અમે ટેસ્ટીંગનો ટાર્ગેટ પણ અપાઈ છે. તેમ છતાં અમે કામગીરી કરીએ છીએ તો પણ અમને પગાર ઓછો કેમ અપાય છે.

નોંધનીય છે કે શહેરમાં જ્યારે રોજના ત્રણ હજાર જેવા કેસો સામે આવી રહ્યા છે તેવામાં આ કર્મચારીઓ જે હડતાલ પર ઉતર્યા છે તેનાથી ટેસ્ટિંગ ની કામગીરી પર અસર થઈ શકે છે.

Facebook Comments Box

Videos

Our Partners