• ગૃહમંત્રી હર્ષ સંઘવી સમયની વ્યસ્તતામાં પણ તેઓને અન્યને મદદ કરવાનું સહેજ પણ ચુકતા નથી
  • ગતરોજ ગૃહમંત્રી સુરત શહેરના મહેમાન બન્યા, અલગ અલગ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો
  • પાલ બ્રિજ પરથી એક મહિલા છલાંગ લગાવવા જઇ રહી હોવાનું ધ્યાને આવતા ગૃહમંત્રીએ કાફલો રોકી મદદે દોડ્યા
  • ગૃહમંત્રીએ મહિલાને કહ્યું કે, તું ટેન્શન નહિ લે

WatchGujarat. રાજ્યના યુવા ગૃહમંત્રી વધુ એક વખત મહિલાના જીવનમાં દેવદૂત બનીને પહોંચ્યા હતા. ગતરોજ ગૃહમંત્રીનો કાફલો સુરત પાલ બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો દરમિયાન છલાંગ લગાવવા જતી યુવતિને તેઓએ બચાવી લીધી હતી. અને આમ નહિ કરવા માટે સમજાવટ કરી હતી.

ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજ્યના પ્રશ્નોનોનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. તેમના સમયની વ્યસ્તતામાં પણ તેઓને અન્યને મદદ કરવાનું સહેજ પણ ચુકતા નથી. હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા બાદ અગાઉ સુરતની મુલાકાતે હતા. દરમિયાન એક ઇસમે બ્રિજ પરથી જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતો હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું. તાત્કાલિક કાફલો રોકીને તેઓએ ઇસમનો જીવ બચાવ્યો હતો.

ગતરોજ ગૃહમંત્રી સુરત શહેરના મહેમાન બન્યા હતા. અને અલગ અલગ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કાર્યક્રમો પતાવીને તેઓ તેમના કાફલા સાથે પરત ફરી રહ્યા હતા. દરમિયાન સુરતના પાલ બ્રિજ પરથી એક મહિલા છલાંગ લગાવવા જઇ રહી હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું. જેથી ગૃહમંત્રીએ તાત્કાલિક તેઓના કાફલાને રોકીને મહિલાને છલાંગ લગાવતી બચાવી તેણીને બહાર લઇ આવ્યા હતા. જો કે મહિલા મારે ઘરે નથી જાવું તેમ કહીને રડતી હતી. ગૃહમંત્રી અને પોલીસ જવાનોએ યુવતિને શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા. ગૃહમંત્રીએ મહિલાને કહ્યું કે, તું ટેન્શન નહિ લે.

આમ, વધુ એક વખત ગૃહમંત્રી હર્ષ સંઘવી અન્યના જીવનમાં દેવદૂત બનીને પહોંચ્યા હતા. અને જીવન બચાવ્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners