• ગુજરાત પોલીસની પીએસઆઈ અને એલ.આર.ડી.ની ભરતીમાં 12 લાખ જેટલા યુવક-યુવતીઓએ ઉમેદવારી નોંધાવી છે
  • તમામ ઉમેદવારોની શારીરિક દોડની પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થશે
  • આજરોજ સુરતમાં પ્રેક્ટીસ કરી રહેલા ઉમેદવારોને મળવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે ખુદ રાજ્યના ગૃહમંત્રી પહોંચ્યા હતા

WatchGujarat. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી જહાંગીરપુરા ગ્રાઉન્ડ ખાતે પહોચ્યા હતા અને અહી તેઓ એલ.આર.ડી.ની તૈયારી કરતા ઉમેદવારો સાથે મળ્યા હતા. તેઓએ ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો સાથે જ જણાવ્યું હતું કે ભરતીની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતી નહિ ચલાવામાં આવશે. જે સક્ષમ ઉમેદવાર હશે તેને જ મોકો મળશે.

ગુજરાત પોલીસની પીએસઆઈ અને એલ.આર.ડી.ની ભરતીમાં 12 લાખ જેટલા યુવક-યુવતીઓએ ઉમેદવારી નોંધાવી છે. તમામ ઉમેદવારોની શારીરિક દોડની પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થશે.  ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતના જહાંગીરપુરા ગ્રાઉન્ડ ખાતે પહોચ્યા હતા. અને અહી તેઓ એલ.આર.ડી.ની તૈયારી કરતા ઉમેદવારો સાથે મુલાકાત કરી હતી. હર્ષ સંઘવીએ તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો એલ.આર.ડી.ની ભરતી માટે તૈયારી કરી રહ્યા છે.

હર્ષ સંઘવીએ ઉમેદવારોને જણાવ્યું હતું કે તમે મેહનત કરજો,પરસેવો પાડ્યો, સમાજમાં કેટલાક લોકો એવા પણ   હોય છે કે હું તમને આ રીતે ભરતી કરાવી દઈશ, પેલી રીતે ભરતી કરાવી દઈશ. પરંતુ ભરતી આવી કોઈ રીતે ભરતી થશે નહિ. જેની લાયકાત હશે. જેની કેપીસીટી હશે તે જ લોકોને ભરતીમાં મોકો મળશે. એની સિવાય કોઈ પણ રીતે ભરતીની અંદર કોઈ પણ ગેરરીતી કરી ઘુસી શકશે નહિ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud