સુરતના વેસુ વિસ્તારમાં પત્નીને પરપુરુષ સાથે પકડવાનું તેના પતિને જ ભારે પડી ગયું
પીડિત પતિનું નામ યોગેશ અગ્રવાલ છે. તેઓ મિલ્કત લે વેચના ધંધા સાથે સંકળાયેલા છે
પત્નીની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેના કોઈ જિમ ટ્રેનર સાથે પ્રેમ સબંધ છે, પતિને હવે પોલીસ અને ન્યાયતંત્ર પાસે ન્યાયની અપેક્ષા છે
WatchGujarat. અત્યારસુધી તમે પતિથી પીડિત પત્નીઓની વ્યથા તો ઘણી સાંભળી હશે. પણ સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિ પોતાની પત્નીથી પીડિત છે, કારણ કે તેની પત્ની લગ્નેતર સબંધ ધરાવતા હોવાના આક્ષેપ સાથે પતિને પોતાની જ દીકરીને મળવાથી દૂર રાખતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તાજેતરમાં જ પત્ની દ્વારા પ્રેમી સાથે મળીને તેને જાહેરમાં માર પણ મારવામાં આવ્યો હતો.
https://youtu.be/NzJdT2wYT_Q
સુરતના વેસુ વિસ્તારમાં પત્નીને પરપુરુષ સાથે પકડવાનું તેના પતિને જ ભારે પડી ગયું હતું, કારણ કે આ પત્ની લાજવાને બદલે ખુદ પતિ પર જ વરસી પડી હતી. વેસુમાં રહેતા પતિએ તેની પત્નીને પ્રેમી જોડે જાહેરમાં પકડી લીધી હતી. જોકે પત્નીએ કોઈ પણ શેહ શરમ રાખ્યા વિના કહી દીધું હતું કે તે તેનો પતિ નથી, અને લોકો પાસે તેને માર પણ ખવડાવ્યો હતો.
પીડિત પતિએ ઉમેર્યું હતું કે છેલ્લા એક વર્ષથી તેની પત્ની દીકરી સાથે અલગ રહે છે. કોર્ટના ઓર્ડર પછી પણ તે પોતાની દીકરીને મળવા પણ દેતી નથી, પતિએ પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેની પત્ની કોઈ જિમ ટ્રેનર યુવક સાથે ગાડીમાં બેસેલી હતી. જયારે તેને તેની સાથે વાત કરવાની કોશિશ કરી તો તે ગાડી રિવર્સ લઈને ભાગી ગઈ હતી.
કારનો પીછો કરતા તે ફરી તેમની પાસે ગયો હતો. જોકે તે બાદ બંનેએ ગાડીમાંથી ઉતરીને તેને મારવાનું શરૂ કર્યું હતું, એટલું જ નહીં પત્ની જોરશોરમાં કહેવા લાગી હતી કે તે તેની પત્ની જ નથી. અને લોકોને ભેગા કરીને તેને મારવાનું પણ જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ પોલિસીને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી.
પીડિત પતિનું નામ યોગેશ અગ્રવાલ છે. તેઓ મિલ્કત લે વેચના ધંધા સાથે સંકળાયેલા છે. તેમને પરિવારમાં એક દીકરી છે. 10 વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. પણ સતત ઘર કંકાસને કારણે તેમની પત્ની એક વર્ષથી અલગ રહેવા લાગી હતી. પત્ની દ્વારા પતિ પર દહેજ માંગવાનો પણ કેસ કરવામાં આવ્યો છે. જોકે દીકરી માટે તે લાંબા સમયથી લડત ચલાવતા આવ્યા છે. છતાં પત્ની એક પિતાને તેની દીકરીથી દૂર રાખી રહી છે.
પત્નીની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેના કોઈ જિમ ટ્રેનર સાથે પ્રેમ સબંધ છે. પતિને હવે પોલીસ અને ન્યાયતંત્ર પાસે ન્યાયની અપેક્ષા છે. તેનું એ પણ કેહવું છે કે પોલીસ દ્વારા તેની ફરિયાદમાં યોગ્ય કલમ નો ઉમેરો કરવામાં નથી આવ્યો. જોવાનું એ રહેશે કે આ કેસમાં પોલીસ તેમજ કોર્ટ દ્વારા કેવું વલણ બતાવવામાં આવે છે.