• સુરતમાં લગ્નેત્તર સંબંધનો અનોખો કિસ્સો સામે આવ્યો
  • પતિને ઠપકો આપતા પત્નીને માર માર્યો તો મામલે સમાજ સેવિકાએ દરમિયાનગીરી કરી થાળે પાડ્યો
  • પત્નીને છેલ્લી વોર્નિંગ આપી દેવામાં આવી

WatchGujarat. સુરતમાં વોચમેન પતિએ પત્નીને ઢોરમાર માર્યો હતો. એટલું જ નહી તેણીની આંખમાં લોહી પણ જામી ગયું હતું. આ ઘટનાને લઈને સામાજિક કાર્યકરે પત્નીને માર મારનાર પતિને પાઠ ભણાવ્યો હતો. જાહેરમાં પત્ની પાસે માફી મંગાવી હતી અને તમાચા પણ ચોળી દીધા હતા.

સામાજિક કાર્યકર દર્શના જાનીએ જણાવ્યું હતું કે, મહિલા મારા તથા આસપાસના ઘરોમાં કામ કરવા આવે છે. તેણીની આંખ પાસે ઈજા જોઇને તેની પૂછપરછ કરતા મામલો બહાર આવ્યો હતો. તેનો પતિવોચમેન તરીકે કામ કરે છે. અને વિડીયો કોલમાં અન્ય યુવતીઓ સાથે લફર બાજી કરતો હતો. આ વાતનો તેણીની પત્નીએ ઠપકો આપ્યો હતો. જેથી તેને ઢોર માર માર્યો હતો. જેથી તેણીના આંખમાં લોહી પણ જામી ગયું હતું  લગ્નના સાત વર્ષના ગાળામાં અઢી વર્ષથી 7 થી વધુ વખત પત્નીને માર મારી અધમુવી બનાવી દેનાર પતિને છેલ્લી વોર્નિંગ આપી હતી.

મહિલાએ એટલું જ કહ્યું કે, બાળકોને તો જમાડી દેવા જોઈએ. પછી મોબાઈલ પર ચોંટી રહો, બસ આ વાત પર પતિ ભરતે પત્નીને બાળકોની સામે જ માર મારી આંખમાં લોહી ઉતારી લીધું હતું. એટલું જ નહીં પણ દિવાલ સાથે અફાડી અફાડીને માર માર્યો હતો.

તેણીના પતિને શબક શીખવાડવો જરૂરી હતો. જેથી અન્ય કોઈ વ્યક્તિ આવું ન કરી શકે. જેથી તેને જાહેરમાં તમાચા માર્યા હતા અને માંફી પણ મંગાવી હતી. અને સાથે જ બીજી વખત આવું ન કરવા વોર્નિંગ આપી હતી.

Facebook Comments Box

Videos

Our Partners