• કંગનાના વિવાદિત નિવેદનનાં પડઘા સુરતમાં પડ્યા
  • કાંગનાને આપવામાં આવેલું પદ્મશ્રી સન્માન પણ પરત લેવામાં આવે તેવી માંગ
  • સુરતમાં આપ પાર્ટીએ સુરત પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી

WatchGujarat.બોલીવુડ અભિનેત્રીએ કંગના રનૌતએ આઝાદીને લઈને કરેલા નિવેદનને લઈને સુરતમાં આપ પાર્ટીએ સુરત પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે અને તેની સામે ગુનો નોંધવા માંગ કરી છે એટલું જ નહી કંગનાને આપવામાં આવેલું પદ્મશ્રી સન્માન પણ પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતએ એક ટીવી ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે 1947 માં મળેલી આઝાદી તે આઝાદી ન હતી ભીખ હતી. અસલી આઝાદી 2014માં મળી હતી. તેણીના આ નિવેદન બાદ ભારે વિવાદ ઉભો થયો છે. અને કંગના સામે કેટલાક રાજ્યોમાં ફરિયાદ પણ દાખલ થઇ રહી છે. કંગનાએ કરેલા આ નિવેદનથી દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનારા ક્રાંતિકારી અને શહીદોનું અપમાન થયું છે. ત્યારે સુરતમાં આપ પાર્ટીએ કંગનાના આ નિવેદનને લઈને સુરત પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે. અને તેની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

આપ પાર્ટીના શહેર યુવા પ્રમુખ જયેશ ગુર્જરે જણાવ્યું હતું કે કંગનાએ કરેલું નિવેદન એક પાર્ટીને પ્રમોટ કરવા માટે દેશના શહીદોનું અપમાન છે. એના માટે સુરત પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે અને તેને આપવામાં આવેલું પદ્મશ્રી સન્માન પરત લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં દેશનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં હસ્તે અભિનેત્રી કંગના રનૌતને બેસ્ટ એક્ટર માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.આ એવોર્ડ આપ્યા બાદ કંગનાએ દેશની આઝાદીને લઇ વિવાદિત નિવેદન આપ્યું હતુ. જેની ભારે આલોચના થઇ હતી. જો કે કેટલાક બોલીવુડ એક્ટર દ્વારા કંગનાને સમર્થન પણ મળ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud