• આજથી સીટી બસ સેવાનો આરંભ તથા કેદીઓ માટે એમ્બ્યુલન્સની સેવા શરૂ
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, તેમજ ઉર્જામંત્રી મુકેશ પટેલે આ સેવાનું લોકાર્પણ કરશે
  • લાજપોર વચ્ચે આવતા સચિન હોજીવાલા અને ભાટિયાગામને મળશે લાભ

WatchGujarat. સુરતથી 25 કી.મી દૂર આવેલા લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓ માટે પાલિકાના સહયોગથી આજથી 22 નવેમ્બરથી સીટી બસ સેવાનો આરંભ તથા કેદીઓ માટે એમ્બ્યુલન્સની સેવા શરૂ કરવામાં આવી રહી છે.ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, તેમજ ઉર્જામંત્રી મુકેશ પટેલે આ સેવાનું લોકાર્પણ કરશે.

મળતી માહિતી મુજબ શહેરનાં હદવિસ્તરણ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા એક છેડે કામરેજ અને બીજી તરફ ઓલપાડ સુધી સીટી બસ દોડાવવામાં આવી રહી છે.આ સાથે કેદીઓના પરિવારજનોને મુલાકાત કરવા માટે સુરત શહેરથી છેક 25 કી.મી દૂર લાજપોર જેલ સુધી જવું પડતું હતું. આ ઉપરાંત સચિન હોજીવાલા અને ભાટિયાગામ સુધીના લોકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. આથી ગરીબ અને મધ્યસ્થ વર્ગીય પરિવારો માટે સીટી બસ સેવા શરૂ કરવાની માંગણીઓ થઇ હતી.
જેને ધ્યાનમાં લઈને સુરત જિલ્લાના ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈએ સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધી પાનીને રજૂઆત કરી લાજપોર જેલ સુધી બસ સેવા કાર્યરત કરવાની માંગણી કરી હતી. આ માટે લોકોને પડતી સમસ્યાને ધ્યાને રાખતાં જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈની રજૂઆતને પગલે મનપા દ્વારા સીટી બસ સેવા લાજપોર મધ્યસ્થ જેલ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સાથે જ જિલ્લા આયોજન મંડળ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓની સારવાર માટે તેમજ જેલના દર્દીઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવા માટે એમ્બ્યુલન્સની સેવા ઉભી કરવામાં આવી છે. આ સેવાનું લોકાર્પણ તેમજ યોજનાર કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, તેમજ ઉર્જામંત્રી મુકેશ પટેલ હાજરી આપશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud