સુરત સહિત રાજ્યભરમાં રસ્તા ઉબડ-ખાબડ થઇ ગયા છે
ચોમાસાની સિઝન પહેલાં પણ સુરત શહેરના રસ્તાની હાલત બિસ્માર જ રહે છે
શહેરમાં એક સાથે બે જગ્યાએ વાહન પલ્ટી મારવાની ઘટનાને પગલે લોકોમાં રોષ
WatchGujarat. સુરતના ખુબસુરત રસ્તાઓ પર પડેલા ખાડાઓ હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. સતત પડી રહેલા વરસાદના કારણે રસ્તાઓનું સમારકામ થઈ શક્યું નથી. તો બીજી તરફ વધુ વરસાદના કારણે રસ્તાઓની હાલત બદથી બદતર બનતી ચાલી છે.
https://youtu.be/b24UHaLws1E
આવા એક બે નહિ પણ અસંખ્ય સ્થળો પર હવે અકસ્માત થવાના કેસો પણ સામે આવવા લાગ્યા છે.પહેલો બનાવ સામે આવ્યો છે સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી. ચોમાસાની સિઝન પહેલાં પણ આ રસ્તાની હાલત બિસ્માર જ રહે છે. અને બાકી બચેલું કામ વરસાદે પૂરું કરી નાંખ્યું છે. સચિન વિસ્તારમાં પસાર થઈ રહેલા એક ભારે ટેમ્પોએ સંતુલન જાળવી ન શકતા પલ્ટી ખાઈ ગયો હતો. જેની પાછળ આ રોડ પર પડેલા ખાડા જ જવાબદાર છે. અકસ્માતમાં ટેમ્પા ચાલકને નાની મોટી ઇજા પણ થઈ હતી.
જ્યારે બીજો બનાવ સામે આવ્યો છે પર્વતપાટિયા કબૂતર સર્કલ પાસે. બીઆરટીએસ રૂટની બાજુમાં જ પડેલા મસમોટા ખાડાને કારણે અહીં પણ એક ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી. આવા તો અસંખ્ય અકસ્માતના કેસો છે જે ખાડાને કારણે થઈ રહ્યા છે, પણ તેની કોઈ સત્તાવાર નોંધ લેવામાં આવતી નથી. લોકોમાં આક્રોશ છે કે ટેક્સના પૈસા ચૂકવવા છતાં પણ લોકોને રસ્તા બાબતે આટલું હેરાન થવું પડી રહ્યું છે.
સ્થાનિક રમેશ પટેલના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશને લોકો પાસે દંડ ઉઘરાવવો હોય ત્યારે સૌથી આગળ હોય છે, પણ જ્યારે લોકોને પડતી હેરાનગતિની વાત આવે ત્યારે કોર્પોરેશન કોઈ જવાબદારી લેવા તૈયાર થતી નથી. સદનસીબે ખાડાના કારણે અત્યારસુધી કોઈનો જીવ નથી ગયો. પણ શું કોર્પોરેશન કોઈનો જીવ જવાની રાહ જોઈ રહી છે એવો તીખો સવાલ પણ લોકો સ્માર્ટ સિટીના શાસકો અને તંત્રને પૂછી રહ્યા છે.