સુરત જીલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી સુરત ડીસ્ટ્રીક બેંકમાં ધોળા દિવસે લુટની ઘટના સામે આવી
લુંટારુઓ ત્યાંથી રૂ. 10.40 લાખની લુટ કરી ગયા
સમગ્ર બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા
WatchGujarat. સુરત જીલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી સુરત ડીસ્ટ્રીક બેંકમાં ધોળા દિવસે લુટની ઘટના સામે આવી છે. બંદુકની અણીએ 3 લુટારુઓએ રૂ. 10.40 લાખની લુટ ચલાવી હોવાની વાત સામે આવી રહી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો
https://youtu.be/cqEsPVJ8YFU
સુરત જીલ્લામાં ફિલ્મી દ્રશ્યોની જેમ જ લુંટની ઘટના સામે આવી છે. પોલીસનો કોઈ જ ખોફ ન હોય તેમ બેંકમાં ઘુસી આ લુટ ચલાવવામાં આવી હતી. સુરત જીલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી સુરત ડીસ્ટ્રીક બેંકમાં ધોળા દિવસે લુટની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ જેટલા ઈસમો અચાનક બેંકમાં ઘુસી આવે છે અને બાદમાં ત્યાં કામ કરતા કર્મચારીઓને તમંચો બતાવી તેઓને બંધક બનાવે છે અને ત્યાર બાદ લુટ ચલાવવામાં આવે છે. લુંટારુઓ ત્યાંથી રૂ. 10.40 લાખની લુટ કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. લુટ કર્યા બાદ લુટારુઓ બાઈક પર ભાગ્ય હતા અને બાઈક પણ ચોરીની હોવાની આશંકા છે.
બીજી તરફ આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓને પકડવા માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મોં પર માસ્ક અને બે લૂંટારૂ ટોપી પહેરીને લૂંટને અંજામ આપવા આવ્યાં હતાં. લૂંટ ચલાવીને નાસી ગયેલા અંદાજે 35 વર્ષની આસપાસની ઉંમરના લૂંટારૂઓ હિન્દી ભાષા બોલાતાં હોવાનું બેંકના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે. હિન્દી ભાષી લૂંટારૂઓ પરપ્રાંતિય હોવાનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
પોલીસે આ મામલે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમ પણ કામે લગાડી છે. ઉલ્લેખનીય છે કે માત્ર ૧૫ થી ૨૦ જ મિનીટમાં લુટારુઓ લુટની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હોવાની ચર્ચા છે. એટલું જ નહી મેનેજરને લાફા પણ માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.