• સુરતના સલાબતપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે
  • સોશિયલ મીડિયામાં ચાલુ ટેમ્પાએ ચોરીનો વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી
  • ગણતરીના સમયમાં પોલીસે આરોપી યુવાનને ઝડપી પાડ્યો

WatchGujarat. સુરતના સલાબતપુરા માર્કેટ વિસ્તારમાં એક ટેમ્પામાંથી સાડીઓ કાઢી લેતા ઇસમનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના સલાબતપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે. તેમજ અહીંથી ટેમ્પમાં સાડીઓની હેરાફેરી થતી હોય છે. આ દરમ્યાન શોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો.

વાયરલ વીડિયોમાં એક ઈસમ લોકોની ભીડ વચ્ચે ચાલુ ટેમ્પના પાછળના ભાગે ચડી ગયો હતો અને લોકોની સામે જ ચાલુ ટેમ્પમાંથી સાડીનો જથ્થો કાઢી લીધો હતો અને બાદમાં ટેમ્પામાંથી ઉતરી ફરાર થઇ ગયો હતો. આ વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ અનવર નગર પાસે રહેતા અલ્તાફ ગુમાબબેગ મિર્ઝાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ઉંમર 38 વર્ષ છે. વીડિયો વાયરલ થતા જ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો આરોપી હાલ બેકાર છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ભાઠેના વિસ્તારમાં આવેલા નહેર પર આજ રીતે ટેમ્પોના પાછળના ભાગેથી સાડી ચોરી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ઘટનાને લાંબો સમય વીતી ગયા છતાં તે આરોપી હજી સુધી પોલીસ પકડની બહાર છે.

Facebook Comments Box

Videos

Our Partners