• પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણપત નગર પાસે યુવક પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો
  • હું રૂમ પર બપોરે જમવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં 4 લોકો બેઠા હતા મને ઉભો રાખી મારો કોલર પકડી લીધો હતો – ઔનીસ દયારામ પરમાર
  • ઘરની આર્થિક પસ્થિતિ સારી ન હોવાના કારણે એક પિતા 9 લોકોનું ગુજરાન ચલાવતા હોવાથી અનીશ પણ છુટક કામ કરી પરિવારને આર્થિક મદદ રૂપ થાય

WatchGujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકને અજાણ્યા ઈસમોએ રોકીને માર માર્યો હતો એટલું જ નહી તેના પેટ પર ચપ્પુ વડે હુમલો કરતા આંતરડા બહાર આવી ગયા હતા. યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણપત નગર પાસે યુવક પર અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેને પેટના ભાગે ઈજાઓ થતા આંતરડા બહાર આવી ગયા હતા જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ઔનીસ દયારામ પરમારે જણાવ્યું હતું કે હું રૂમ પર બપોરે જમવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં 4 લોકો બેઠા હતા મને ઉભો રાખી મારો કોલર પકડી લીધો હતો અને કહ્યું હતું કે તે ગાળ આપી છે કોઈને મેં ના પડી તો મને મારવા લાગ્યા હતા. અને ત્યારબાદ ચપ્પુ વડે મારા હાથ અને પગ પર હુમલો કરી દીધો હતો. હું અહી મારા ભાઈ સાથે રહું છું. મારાં પરિવારને આંતરડા બહાર નીકળી ગયા હોવાની જાણ થતાં ગભરાઈ ગયા હતા.

અમારું પરિવાર શ્રમજીવી છે. મમ્મી-પપ્પા 5 બહેન અને 3 ભાઈ છે. પપ્પા મજૂરી કામ કરે છે. બે બહેનો અને બે ભાઈ અભ્યાસ પણ કરી રહ્યા છે. મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છું. વધુમાં અનિષ ત્રણ વર્ષ પહેલા જ સુરત આવ્યો હતો. તેના ઘરની આર્થિક પસ્થિતિ સારી ન હોવાના કારણે એક પિતા 9 લોકોનું ગુજરાન ચલાવતા હોવાથી અનીશ પણ છુટક કામ કરી પરિવારને આર્થિક મદદ રૂપ થાય છે.

Facebook Comments Box

Videos

Our Partners