• વિપુલભાઈ અમૃતલાલ પટેલ પાંડેસરા બમરોલી રોડ પર આવેલા હરીઓમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વિપુલ ટેક્સટાઈલ નામથી ખાતું ધરાવે છે
  • પાંચ દિવસ અગાઉ તેમને દેશી તમંચો બતાવીને રૂપિયા સહિત મોબાઇલની લૂંટ કરી અજાણ્યા ઇસમો નાસી છુટ્યા હતા
  •  બનાવને લઈને પાંડેસરા પોલીસે ખાતાના માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી

WatchGujarat. પાંડેસરા બમરોલી રોડ પર આવેલા હરીઓમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ખાતામાં એક ઇસમ ઓફિસમાં આવી તમંચો બતાવી રોકડા રૂપિયા 51 હજાર, એટીએમ કાર્ડ, 15 હજારનો મોબાઈલ અને એક બાઈકની લુટ કરી ફરાર થઇ ગયો હતો. આ મામલે ખાતાના માલિકે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. જયારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરતના અલથાણ ખાતે રહેતા વિપુલભાઈ અમૃતલાલ પટેલ પાંડેસરા બમરોલી રોડ પર આવેલા હરીઓમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વિપુલ ટેક્સટાઈલ નામથી ખાતું ધરાવે છે. તેઓએ આશરે 5 દિવસ અગાઉ  પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેઓની ઓફિસમાં એક 25 થી 30 વર્ષીય ઇસમ ઘુસી આવ્યો હતો અને તેઓને દેશી તમંચો બતાવી કારીગરોને પગાર કરવાના 51 હજાર, પર્સમાં રહેલા રોકડા રૂપિયા 4 હાજર, ડ્રાઈવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ, 15 હજારની કિમતનો એક મોબાઈલ ફોન અને તેઓની બાઈકની લુટ કરી અને તેઓને ઓફિસમાં બંધ કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઈને પાંડેસરા પોલીસે ખાતાના માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

આ ઘટનામાં પાંડેસરા પોલીસે બાતમીના આધારે પાંડેસરા સ્થિત ક્રિષ્નાનગર ખાતે રહેતા રામભજન આશરે નિશાદ, જય અંબે નગર ખાતે રહેતા અમિત કુમાર રાજેન્દ્ર નિશાદ અને સચિન ખાતે રહેતા સુરેશ રામસજીવન નિશાદ નામના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી લુટમાં ગયેલી બાઈક તથા મોબાઈલ ફોન કબજે કર્યો હતો. જયારે આ ગુનામાં સંડોવાયેલા આરોપી છોટુ બાબુ નીશાદ તથા અર્જુન નીશાદ નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud