સુરતમાં છાશવારે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે
વરાછા મારુતિ ચોક પાસે આવેલા મસાજ પાર્લરમાં છરી બતાવી ધાક ધમકીઓ આપી 14 હજારની રોકડ અને એક મોબાઈલ ફોનની લુંટ
વરાછા પોલીસે નાનો ભરવાડ, રવી ગોસાઇ, રાહુલ ઘોદો, અભી બાવા તથા દિલીપ દરબાર નામના ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
WatchGujarat. સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં મસાજ પાર્લરમાં જઈને યુવકને છરી વડે ધમકીઓ આપી 14 હજાર તેમજ એક મોબાઈલ ફોનની લુટ કરી અસમાજિક તત્વો ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. તો બીજી તરફ વરાછા પોલીસ મથકમાં ૫ લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોધાઇ છે
https://youtu.be/Du4xIo5wUFI
સુરતમાં છાશવારે અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. પોલીસનો જાણે કોઈ જ ખોફ ન હોય તેમ બિન્દાસપણે લોકોને ધાક ધમકીઓ આપી લુટ તેમજ મોબાઈલ અને ચેઈન સ્નેચીગ કરી ફરાર થઇ જાય છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા વિશ્વરૂપ વરૂણભાઇએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે વરાછા મારુતિ ચોક પાસે આવેલા મસાજ પાર્લરમાં તેઓ હાજર હતા તે વેળાએ ત્યાં આવી છરી બતાવી ધાક ધમકીઓ આપી 14 હજારની રોકડ અને એક મોબાઈલ ફોન લુટી ગયા હતા. આ બનાવ અંગે વરાછા પોલીસે નાનો ભરવાડ, રવી ગોસાઇ, રાહુલ ઘોદો, અભી બાવા તથા દિલીપ દરબાર નામના ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં આ ઘટના સ્પષ્ટ જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ આ કુખ્યાત લેડી ડોનના કથિત સાગરીતો છે. અગાઉ વરાછામાં લેડી ડોન ભુરીનો આંતક સામે આવ્યો હતો અને તે ખુલ્લી તલવાર લઈને જાહેરમાં તેમજ કારખાનમાં આતંક મચાવતી નજરે ચડી હતી. જો કે હાલ આ સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.