• ઝારખંડના પકુર જિલ્લાના શ્યામપુર ગામના વતની વસંત ભુપતિકુમાર કોનાય ઝારખંડથી સુરત મિસ્ત્રી કામ માટે આવ્યા હતા
  • એકલવાયું જીવન ગુજારતના લોકોને મુખ્યધારામાં લાવવા કામગીરી દરમિયાન મ્યુનિ.ને વસંતકુમારમાં પગમાં ઇજાની હાલતમાં મળ્યા
  • પગમાં ઇન્ફેકશન થયું હોવાથી સ્મીમેરમાં દાખલ કરાયા, અને સ્વચ્છ કપડા પહેરાવી અહી બનેલા શેલ્ટર હોમમાં રખાયા
  • શેલ્ટર હોમ દ્વારા પ્રવૃત્તિ અંગે સોશિયલ મીડિયામાં પ્રચાર – પ્રસાર દરમિયાન એક પોસ્ટ ઝારખંડના આર્મીમેનની નજરે પડતા તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરી

WatchGujarat. સમગ્ર દેશમાં સુરત શહેરમાં ચાલતા શેલ્ટર હોમ અસંખ્ય લોકોને આશરો પૂરું પાડી રહ્યું છે. અહીંના શેલ્ટર હોમની નોંધ સરકાર દ્વારા પણ લેવામાં આવી છે. સુરતમાં સ્મીમેર હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવતા શેલ્ટર હોમમાં દાખલ ઝારખંડના વૃદ્ધનું તેના પરિવાર સાથે ત્રણ વર્ષ બાદ મિલન થયું છે.

ઝારખંડના પકુર જિલ્લાના શ્યામપુર ગામના વતની વસંત ભુપતિકુમાર કોનાય ઝારખંડથી સુરત મિસ્ત્રી કામ માટે આવ્યા હતા. કામ ધંધો મળ્યો નહોતો અને ઘર ન હોવાથી વરાછા બ્રિજ નીચે વસવાટ કરીને જીવન ગુજારતાં હતા. એકલવાયું જીવન ગુજારતના લોકોને મુખ્યધારામાં લાવવા કામગીરી દરમિયાન મ્યુનિ.ને વસંતકુમારમાં પગમાં ઇજાની હાલતમાં મળ્યા હતા. તેમને પગમાં ઇન્ફેકશન થયું હોવાથી સ્મીમેરમાં દાખલ કરાય હતા. અને સ્વચ્છ કપડા પહેરાવી અહી બનેલા શેલ્ટર હોમમાં રખાયા હતા.

અહી તેમને સારવાર સાથે નિયમિત ભોજન અને કોરોના વેક્સિન પણ અપાઇ હતી. અને પરિવાર સાથે મેળાપ કરાવવા અનેક પ્રયાસ કરાયો હતો. દરમિયાન શેલ્ટર હોમ દ્વારા પ્રવૃત્તિ અંગે સોશિયલ મીડિયામાં પ્રચાર – પ્રસાર દરમિયાન એક પોસ્ટ ઝારખંડના આર્મીમેનની નજરે પડતા તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરી હતી. વસંતકુમાર ગુમ થયાની તેના પરિવારે ઝારખંડના મહેશપુરી પોલીસ મથકે અગાઉ ફરિયાદ નોંધાવેલી જ હતી.

જેથી વસંતકુમારના પરિવારનો સંપર્ક કરી શેલ્ટર હોમમાંથી વિડીયો કોલ મારફત વાત કરાવાઇ હતી. ત્યારબાદ પરિવારના સભ્યો સુરતના આ શેલ્ટર હોમ ખાતે દોડી આવ્યા હતા. અને ત્રણ વર્ષ બાદ તેના પુત્ર મીસ્તુન અને અન્ય સભ્યોનો મેળાપ થતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા. હવે વસંતકુમારને તેમના વતન લઇ જવાશે.

Facebook Comments Box

Videos

Our Partners