• સુરતમાં રહેતી યુવતી ઉધના ખાતે રહેતી તેની મોટી બહેનના ઘરે આવી
  • અફરોઝ શેખ યુવતીના ઘરે આવ્યો હતો, અને સબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો
  • નાની બહેનનો અફરોઝ સાથે ઝઘડો  થતા રોષે ભરાયેલા અફરોઝે ફાયરીંગ કરી દીધું

WatchGujarat. સુરતના ઉધના વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની હતી. મોટી બહેનના ઘરે આવેલી નાની બહેન પર મોટી બહેનના પ્રેમીએ ઝઘડો કરી ફાયરીંગ કર્યું હતું. આ ઘટનામાં દોડતી થયેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં રહેતી યુવતી ઉધના ખાતે રહેતી તેની મોટી બહેનના ઘરે આવી હતી. તેની મોટી બહેનના લગ્ન થઇ ગયા છે. લગ્ન પહેલા તેની મોટી બહેનનો ભાઠેના ખાતે રહેતા અફરોઝ શેખ સાથે પ્રેમ સબંધ હતો. પરંતુ હાલમાં મોટી બહેન સબંધ રાખવા માંગતી ના હતી. આ દરમ્યાન અફરોઝ શેખ યુવતીના ઘરે આવ્યો હતો અને સબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો. ત્યારે નાની બહેનનો અફરોઝ સાથે ઝઘડો  થયો હતો. અને રોષે ભરાઈને અફરોઝે નાની બહેન પર ફાયરીંગ કરી દીધું હતું. જેમાં યુવતીને પગમાં ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડી હતી.

બીજી  તરફ આ બનાવને લઈને પોલીસ કાફલો દોડતો થઇ ગયો હતો. આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી ભાઠેના ખાતે રહે છે અને તેનું નામ અફરોઝ ફિરોજ યુસુફ શેખ છે. પોલીસે તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્ટલ તેમજ એક કાર્ટીઝ કબજે કર્યું છે. અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચના પીઆઈ લલિત વેગડીયાએ જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં રહેતી યુવતી અગાઉ ભેસ્તાન વિસ્તારમાં રહેતી હતી તે વેળાએ આરોપી સાથે પ્રેમ સબંધ હતો પરંતુ યુવતીના લગ્ન થઇ જતા પ્રેમ સબંધ તોડી નાખ્યો હતો અને તે ઉધના ખાતે રહેવા માટે આવી ગયી હતી. પરંતુ આરોપી જબરદસ્તી પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો. જેથી યુવતીની નાની બહેન તેણીના ઘરે આવી હોય તે યુવકને સમજાવતી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં યુવકે ફાયરિગ કર્યું હતું.

Facebook Comments Box

Videos

Our Partners