• સોનગઢના માંડલ પાસે અકસ્માત સર્જાયો
  • 70 થી 80 ની સ્પીડમાં ચાલતી લક્ઝરી બસ ધસમસતી ટોલ નાકા પાસે આવે છે અને ધડાકાભેર અથડાય છે
  • અકસ્માત જ દર્શાવે છે કે બસની અંદર બેસેલા મુસાફરોની શું હાલત હોઇ શકે છે

WatchGujarat. હાઇવે પર અકસ્માતો તો થતા જ હોય છે. પણ સુરતના સોનગઢ પાસે સર્જાયેલા એક અકસ્માત ખુબ જ શોકિંગ છે. જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. આ અકસ્માત સોનગઢના માંડલ નાકા પર સર્જાયો હતો. જેમાં જાનૈયા ભરેલી એક બસ ટોલનાકા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 15 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે. 4 વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના જે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે તે ખુબ ભયાનક છે. સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે બસ લગભગ 70 થી 80 ની સ્પીડમાં હતી. જે ધસમસતી ટોલ નાકા પાસે આવે છે અને ધડાકાભેર ટોલનાકા સાથે અથડાય છે. જેમાં જીવ બચાવવા જાણીએય બસની બારીમાંથી બહાર કૂદી ગયા હતા.

સોનગઢના માંડલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. લગભગ 11 વાગ્યાની આસપાસ શ્રી સમર્થ નામની ખાનગી ટ્રાવેલ્સની આ બસે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને લઈને ટોલનાકાની એક મહિલા કર્મચારીને પણ ઇજા પહોંચી છે. બસ ફૂલ સ્પીડમાં હોવાથી ટોલનાકા પર ઉભા કરવામાં આવેલ સાઈન બોર્ડ અને ડિવાઈડર સાથે ભટકાઈ હતી. જેથી બસને મોટું નુકશાન પણ થયું છે. સાથે જ ટોલ નાકની કેબીનને પણ મોટું નુકસાન થયું છે.

અકસ્માત જ દર્શાવે છે કે બસની અંદર બેસેલા મુસાફરોની શું હાલત હોય શકે છે. આ અકસ્માતમાં ટોલ નાકાના કર્મચારી અને બસમાં સ્વર 15 જેટલા જાનૈયાઓને નાની મોટી અને 4 જાનૈયાઓને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત કેવી રીતે થયો જેમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ રથી કાબુ ગુમાવ્યો કે તે નશાની હાલતમાં હતો કે કેમ તેનું કારણ હજી બહાર આવી શક્યું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud