સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે
ઓડીશાથી ટ્રેન મારફતે કેટલાક ઈસમો ગાંજાનો જત્થો લઈને સુરત આવ્યા છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી
પોલીસે શકમંદોની ટ્રોલી બેગ ચેક કરતા તેમાંથી ૩ લાખની કિમતનો ૩૦ કિલો ૩૫ ગ્રામ ગાંજાનો જત્થો મળી આવ્યો
WatchGujarat. ઓડીશાથી ટ્રેનમાં ગાંજાની ડીલવરી કરવા આવેલા ત્રણ લોકોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પોલીસને શંકા ના જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જત્થો લાવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગાંજાનો જત્થો મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે
સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સુરતમાં ફરી એક વખત ગાંજાનો જત્થો ઝડપાયો છે. એસઓજી પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે ઓડીશાથી ટ્રેન મારફતે કેટલાક ઈસમો ગાંજાનો જત્થો લઈને સુરત આવ્યા છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સુરત સ્ટેશન બહાર આવેલા રીક્ષા સ્ટેન્ડ પાસેથી આરોપી સુશાંત ઉર્ફે બાદલ સુરેન્દ્ર મુડુંલી, નારાયણ ધ્વીતીકૃષ્ના શાહુ તથા રાહુલ કુમાર રમેશ ચંદ્ર શાહુને ઝડપી પાડ્યા હતા
પોલીસે તેઓની પાસે રહેલી ટ્રોલી બેગ ચેક કરતા તેમાંથી ૩ લાખની કિમતનો ૩૦ કિલો ૩૫ ગ્રામ ગાંજાનો જત્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ત્રણેય આરોપીની ધરપડક કરી ૩ મોબાઈલ, ગાંજાનો જત્થો મળી કુલ ૩.૨૩ લાખની મત્તા કબજે કરી હતી
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ગાંજાનો જત્થો ઓડીશાથી એક ઇસમેં આપ્યો હતો અને તે સુરતમાં ડીલવરી કરવા માટે આવ્યા હતા. પોલીસને શંકા ના જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જત્થો છુપાવ્યો હતો. તેમજ ગાંજાનો જત્થો આપનાર ઇસમેં પૈસાની આપવાની લાલચ આપી ટ્રેનમાં આવવા જવાની સુવિધા પણ કરી આપી હતી વધુમાં ત્રણેય આરોપીઓને સુરતમાં ગાંજાની ડીલવરી માટે ૫ હજાર રૂપિયા મળવાના હતા. આ ઘટનામાં પોલીસે ગાંજાનો જત્થો મોકલનાર અને મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ઝડપાયેલા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.