• સુરત એસ.ઓ.જી. પોલીસને બાતમી મળતા તેઓ એક્ટીવ થયા
  • માહિતીના આધારે પોલીસે ગોલવાડ નવી સડક ખાતે રહેતા આરોપી તોફાન સુદર્શન શાહુને ઝડપી પાડ્યો
  • તપાસ દરમિયાન પોલીસે ગાંજાના વેપાર સાથે સંકળાયેલા અનેકને વોન્ટેડ જાહેર કર્યા

WatchGujarat. ઓડીશા રાજ્યથી ટ્રેન મારફતે ગાંજાનો જત્થો લાવી સુરત શહેરમાં વેચાણ કરે તે પહેલા જ ઓડીશાવાસી યુવકને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 4.05 લાખની કિમતનો 40 કિલો 530 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અને ગાંજાનો મંગાવનાર અને મોકલનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે. ઓડીશાથી સુરતનું અંતર 1251 કિમી જેટલું થવા પામે છે.

સુરત એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે, સુરતમાં એક વ્યક્તિ ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો લાવીને પોતાના રહેણાંક મકાનમાં છુપાવ્યો છે. અને આ ગાંજાનો જત્થો છૂટક વેપારીઓને વેચાણ કરવા માટે ડીસ્ટ્રીબ્યુટ કરવાનો છે. આ માહિતીના આધારે પોલીસે ગોલવાડ નવી સડક ખાતે રહેતા આરોપી તોફાન સુદર્શન શાહુને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ઘરમાં તપાસ કરતા ઘરમાંથી રૂ. 4.05 લાખની કિંમતનો 40 કિલો 530 ગ્રામ ગાંજાનો જત્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે વેચાણના 14 હજાર રોકડા રૂપિયા. મોબાઈલ તેમજ વિવિધ સાધનો મળી કુલ 4.24 લાખની મત્તા કબજે કરી હતી.

પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે, ઓડીશા ખાતેથી ગાંજાના જત્થાને નાની માત્રામાં ચોખા ભરેલી ગુણમાં છુપાવીને ચોરી છુપીથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડી ગાંજાનું વેચાણ કરતા વ્યક્તિઓને આપવાની ફિરાકમાં હતો.

આ ઘટનામાં પોલીસે ગાંજાનો જથ્થો આપનાર ઓડીશાના માનસ દેબેન્દ્ર અધિકારી,  ગાંજાનો જત્થો મંગાવનાર ભાઠેના ખાતે રહેતા મોહમદ અસલમ મોહમદ કૌશર શેખ, કપોદ્રા ખાતે રહેતા હિમ્મતભાઈ શામજીભાઈ હડિયા, કતારગામ ઉત્કલનગર પાસે રહેતા રાહુલ, સચિન ખાતે રહેતા કાલીયા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud