• સુરતમાં ઓલપાડ નજીક આવેલા પેટ્રોલ પંપમાં ઓછું પેટ્રોલ આપતા હોવાની ફરિયાદ
  • રાત્રી ચેકિંગ માટે નિકળી પડ્યા ધારાસભ્ય અને ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી મુકેશ પટેલ
  • જાતે પોતાની કારમાં ડીઝલ ભરાવી પેટ્રોલપંપની પોલ ખોલી
  • આ બાબતે પુરવઠા વિભાગ દ્વારા પંપ સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે

WatchGujarat. તમે પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવા જતા જ હોવ છો ત્યાં ક્યાંક તમને પુરતુ પેટ્રોલ મળતુ હશે તો ક્યાંક છેતરપીંડી થતી હશે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જ્યાં ખુદ મંત્રી પેટ્રોલપંપ પર પહોંચી ગયા અને તેના પડઘા છેક ગાંધીનગરમાં પડ્યાં. આ મંત્રીની સરાહનીય કામગીરી જોઇને તમને પણ ગર્વ થશે.

વાત સુરતમાં ઓલપાડ નજીક આવેલા પેટ્રોલ પંપની છે જ્યાં ઓછું પેટ્રોલ મળવાની ફરિયાદ મળી હતી. જેને લઇને ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ એક્શન લેવા પહોંચી ગયા.

ધારાસભ્ય અને ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી મુકેશ પટેલને એક ફરિયાદ મળી હતી. જેમાં પેટ્રોલ પમ્પ પર  પેટ્રોલ ઓછું પુરતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને મંત્રી પોતે પેટ્રોલ પંપ પર રાત્રી ચેકિંગ માટે ગયા હતા. પ્રધાન મુકેશ પટેલે ત્યાં જઈને જાતે જ ચેકીંગ કર્યું હતું. તેઓ જાતે પોતાની કાર લઈ ડીઝલ ભરાવા ગયા  ત્યાર બાદ તેમની સાથે પણ એવો જ બનાવ બન્યો. પેટ્રોલ પંપ પર ડીઝલ ઓછું ભરવામાં આવતા મંત્રીએ પગલા લીધા. તેમણે આ બાબતે પુરવઠા વિભાગને જાણ કરી હતી. અને તાત્કાલિક ધોરણે તેની અસર જોવા મળી. પુરવઠા વિભાગ દ્વારા પંપ સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ પેટ્રોલનાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.ત્યારે પેટ્રોલપંપ પર આવી છેતરપિંડીની થાય તે સામાન્ય પ્રજા માટે ચિંતાનો વિષય છે. કારણ કે ભલે મોટા પ્રમાણમાં પેટ્રોલનાં ભાવમાં ઘટાડો થયો પરંતુ હજુ પણ ૯૪ રૂપિયા લિટર તો છે જે. એવામાં જો છેતરપિંડી થાય તો પછી મળે શું? માટે દરેકે આ બાબતે સતેજ રહેવું ખાસ જરૂરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud