સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે ય ન જોઇલું જોવા મળી રહ્યું છે
સુરતમાં ધો. 10 માં ભણતી વિદ્યાર્થીની ઘરેથી નિકળ્યા બાદ પરત નહિ ફરતા પરિજનોએ શોધખોળ શરૂ કરી, તથા પોલીસને જાણ કરી
અહિંયા તમામ લોકો વિદ્યાર્થીનીને શોધી રહ્યા હતા, અને અચાનક તેના પિતાના મોબાઇલ પર ફોન આવ્યો
WatchGujarat. સુરતમાં રહેતી અને ધો. 10 માં અભ્યાસ કરતી તરુણી ઘરેથી સ્કુલે જવાનું કહી સીધી અજમેર પહોંચી ગયી હતી. અને ત્યાથી તેણે પિતાને ફોન કરી અજમેર લેવા આવવાનું કહ્યું હતું. પરિવારજનો ત્યાં પહોચી કિશોરીની પૂછપરછ કરતા તે શોશ્યલ મીડિયા થકી સંપર્કમાં આવેલા પ્રેમીને મળવા આવી હોવાનું જણાવ્યું હતું.
સુરતમાં રહેતી 15 વર્ષીય તરુણી ધો. 10 માં અભ્યાસ કરે છે. તરુણી ઘરેથી સ્કુલે જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઇ ગયી હતી. પરિવારજનોએ ભારે શોધખોળ કર્યા બાદ પણ તરુણીનો કોઈ પતો ન લગતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસે તપાસ શરુ કરી હતી બીજી તરફ પોલીસ તપાસ કરી રહી હતી. તે સમયે તરુણીએ પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તે અજમેર છે અને તેને ત્યાં લેવા આવે. જેથી પરિવારજનો અને પોલીસ કાફલો અજમેર પહોચ્યો હતો જ્યાંથી તરુણી હેમખેમ મળી આવી હતી
તરુણીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે સ્કુલે જવા નીકળી ત્યારે ઘરેથી થોડા પૈસા અને એક ડ્રેસ લઈને નીકળી હતી અને કપડા બદલી તે અજમેર પહોચી હતી. શોશ્યલ મીડિયામાં તેનો પરિચય એક યુવક સાથે થયો હતો અને બંનેએ એક બીજાને જોયા પણ ન હતા. એટલું જ નહી ફોન પર પ્રેમ સબંધ બંધાયો હતો. તરુણીના પ્રેમીએ તેને મળવા અજમેર બોલાવી હતી. જેથી તેને મળવા તે અજમેર પહોચી ગયી હતી. પરંતુ ત્યાં કથિત પ્રેમી મળવા આવ્યો ન હતો અને સંપર્ક કરતા કોઈ રિસ્પોન્સ મળ્યો ન હતો. જેથી આખરે તેણે અજમેરથી જ પિતાને ફોન કરીને લેવા માટે બોલાવ્યા હતા.