• સુરતના પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી
  • વરાછા વિસ્તારમાં એક 12 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપી તેણીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યાનું સામે આવ્યું
  • પોલીસે ગુનો નોંધી નરાધમ આરોપી સંતોષ ચૌહણ નામના ઇસમની ધરપકડ કરી છે – સી.કે.પટેલ, એસીપી

WatchGujarat. પાંડેસરામાં બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સુરત શહેરમાં ચકચાર મચાવી છે. ત્યાં સુરતના વરાછા વિસ્તારમાં એક 12 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપી તેણીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં વરાછા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. આ ઘટનામાં આરોપીને તો પોલીસે પકડી પાડ્યો છે. પરંતુ તહેવારના સમયે એક માસુમ પીંખાઈ જતા સુરતમાં ચકચાર મચી છે. હજુ તો આ ઘટના સમી નથી ત્યાં વરાછામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં એક 12 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપી તેણીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં વરાછા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે એસીપી સી.કે.પટેલે જણાવ્યું હતું કે વરાછા સ્થિત બરોડા પ્રિસ્ટેજ પાસે રહેતી 12 વર્ષીય બાળકી ત્યાં ઉભી હતી અને એક ઇસમેં તેને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી અને ત્યારબાદ તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે બાળકીએ પોતાના પરિવારજનોને વાત કરી હતી. જેથી બાળકીના પરિવારજનોએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી અને નરાધમ આરોપી સંતોષ ચૌહણ નામના ઇસમની ધરપકડ કરી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud