• નવાગામ-ડિંડોલી ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્ર-પુણેના હિનાબેન (નામ બદલ્યું છે) અને તેમના પતિ જોબ કરે છે
  • ગતરોજ હિનાબેનની તબિયત ખરાબ થતા તેઓ સારવાર અર્થે દવાખાનામાં ગયા હતા
  • દરમિયાન ઘરમાં 15 વર્ષિય દિકરી એકલી હતી, તેને ધાબે બોલાવીને પાડોશીએ દુષ્કર્મ આચર્યું

WatchGujarat. ડિંડોલીમાં ધો. 10ની વિદ્યાર્થિનીને પાણીનો નળ ચાલુ કરવાના બહાને ટેરેસ પર લઇ જઇ નરાધમ પડોશીએ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. ડિંડોલી પોલીસે ગુનો નોંધી પડોશી રામા સોલંકીની અટક કરી હતી.

મળતી વિગતો પ્રમાણે નવાગામ-ડિંડોલી ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્ર-પુણેના હિનાબેન (નામ બદલ્યું છે) હીરાના કારખાનામાં જોબ કરે છે. તેમના પતિ પણ સાથે જ નોકરી કરે છે. તેમની 15 વર્ષીય દીકરી ધો. 10માં અભ્યાસ કરે છે. દરમિયાન ગત તા. 1ના રોજ સાંજના સુમારે હિનાબેનની તબિયત ખરાબ થતા પતિ સારવારાર્થે દવાખાને લઇ ગયા હતા. આ દરમિયાન તેમની 15 વર્ષીય દીકરી ઘરમાં એકલી હતી. આ સમયે બિલ્ડિંગમાં જ રહેતા રાહુલકાકાના નામથી જાણીતા શખ્સે પાણીનો કોક ચાલુ કરવાના બહાને સગીરાને ધાબા પર લઇ ગયો હતો.

અહીં એકલતાનો લાભ લઇ નરાધમ રાહુલે સગીરાને ચુંબન કરી લેવા સાથે શારીરિક અડપલાં પણ કર્યા હતા. ત્યારબાદ બળજબરી કરી કપડા કાઢી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. દવાખાનેથી પરત ફરેલા માતા-પિતાને સગીરાએ પડોશીના કૃત્ય અંગેની વાત કરી તો તેઓના પગતળેથી જમીન સરકી ગઇ હતી. શનિવારે મોડીરાત્રે જ સમગ્ર મામલો ડિંડોલી પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી રામા ઉર્ફે રાહુલ બુધા સોલંકી (ઉં.વ. 38)ની ધરપકડ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud