• સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા પરિવારની 13 વર્ષીય દીકરી ધો 8 માં અભ્યાસ કરે છે
  • સ્કુલના પ્રિન્સિપાલે દીકરીની માતાને ફોન કરી સ્કુલે બોલાવી
  • દીકરી સાથે સુરજ ઠાકુર નામનો યુવક બદકામ કરતો હોવાની વાત કરી

WatchGujarat. સુરતના રાંદેર વિસ્તારમાં 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સ્કુલમાં ગુડ ટચ બેડ ટચના પ્રોગ્રામ થતા બાળકીએ હિમ્મત કરી મહિલા પ્રિન્સીપાલને પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી આ ઘટના બાદ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. અને પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા પરિવારની 13 વર્ષીય દીકરી ધો 8 માં અભ્યાસ કરે છે. સ્કુલના પ્રિન્સિપાલે દીકરીની માતાને ફોન કરી સ્કુલે બોલાવી હતી. અને તેઓની દીકરી સાથે સુરજ ઠાકુર નામનો યુવક બદકામ કરતો હોવાની વાત કરી હતી. જેથી બાળકીની માતા ચોકી ઉઠી હતી. બાળકીની માતાએ આ મામલે બાળકીની પૂછપરછ કરતા સમગ્ર હક્કિત બહાર આવી હતી

બે માસ પહેલા બાળકીના માતા પિતા ગામ ગયા હતા ત્યારે 3 ભાઈ અને બહેનને સુરજ ઠાકુરને સોપ્યા હતા. સુરજના ઘરે તેઓ રહ્યા હતા. આ દરમ્યાન સુરજે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સુરજે બાળકીની બાજુમાં સુઈ જઈ બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં ધમકીઓ પણ આપી હતી જેથી બાળકી ડરી ગયી હતી અને તેણીએ કોઈને જાણ કરી ન હતી.

સ્કુલમાં અવાર નવાર ગુડ ટચ બેડ ટચના પ્રોગ્રામ થતા હોવાથી બાળકીએ હિમ્મત કરી આ વાતની જાણ સ્કુલના પ્રિન્સીપાલને કરી હતી. જેથી પ્રિન્સિપાલે બાળકીની માતાને જાણ કર્યા બાદ પોલીસની ટીમને જાણ કરી હતી. પોલીસની ટીમે પણ બાળકીનું કાઉન્સીલગ કરી સમગ્ર માહિતી મેળવી હતી. અને આખરે આ મામલે સુરજ સિંગ ગ્યાનીસિંગ ઠાકુર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

વધુમાં આરોપી સુરજસિંગ છુટક લારી ચલાવે છે, તે પરિણીત છે, તેને સંતાનમાં એક પુત્ર પણ છે. આ ઉપરાંત પીડિતા આરોપીને ભાઈ માનતી હતી. આ મામલે રાંદેર પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners